Home> Gujarat
Advertisement
Prev
Next

બાવળિયાની હકાલપટ્ટી બાદ કોળી સમાજમાં ફાંટા પડ્યા, બે જૂથ સામસામે આવ્યા

કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કરાતા કોળી સમાજમાં બે જૂથ સામ-સામે.. ચંદ્રવદન પીઠવાલાએ કહ્યું- અજીતભાઈનો દાવો પાયાવિહોણો... રાષ્ટ્રીય પ્રમુખ પદનો મામલો કોર્ટમાં છે

બાવળિયાની હકાલપટ્ટી બાદ કોળી સમાજમાં ફાંટા પડ્યા, બે જૂથ સામસામે આવ્યા

ચેતન પટેલ/સુરત :ગઈકાલે અખિલ ભારતીય કોળી સમાજના સંમેલનમાં શક્તિ પ્રદર્શન કરે તે પહેલા જ મોટો ધડાકો થયો હતો. અજીત પટેલે કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે આ સસ્પેન્શનને લઈને રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજમાં જૂથવાદ સામે આવ્યો છે. કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કરાતા કોળી સમાજમાં બે જૂથ સામ-સામે આવી ગયા છે. ચંદ્રવદન પીઠવાલાએ અજીત પટેલનો દાવો પાયાવિહોણો ગણાવ્યો છે. તો બીજી તરફ અજિત પટેલે કહ્યુ કે, કુંવરજી બાવળિયાએ સમાજ વિરોધી કામ કર્યું છે.

અખિલ ભારતીય કોળી સમાજનો વિવાદ હવે ચરણ સીમા પર પહોંચી ગયો છે. હવે સમાજના અગ્રણી ચંદ્રકાંત પીઠવાળાએ કુંવરજી બાવળિયાને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાની વાત કરી હતી. જેની સામે હાલના અખિલ ભારતીય કોળી સમાજ ના અધ્યક્ષ અજિત પટેલે જણાવ્યું હતું કે કુંવરજીભાઈ મારી સામે ઇલેક્શનમાં ઉભા રહ્યા હતાં. જેમાં તેઓ હારી ગયા હોવા છતાં તેમનું ખોટી રીતે પ્રમુખ પદ શરૂ રાખી વિવિધ હોદ્દાઓની નિમણૂક કરી હતી. હાલ સમાજના બે ભાગલા પડવાનું કામ કુંવરજીભાઇ કરી રહ્યા છે. આ સાથેસાથે ચંદ્રકાંત પટેલે પણ સંમેલનમાં કોઈ જાય નહીં તેવા પ્રયાસો તેમના દ્વારા કરાયા હતા. આ સાથોસાથ 24 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ગાંધીનગર ખાતે આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે મને અને કુંવરજીભાઇને બંનેને બોલાવ્યા હતા. જ્યાં બંનેને સમજાવવામાં આવ્યા હતા કે સમાજના સંમેલનમાં બંને સહભાગી થશો. જો કે રાષ્ટ્રપતિનું અપમાન કરીને કુંવરજી બાવળિયા દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત આખેઆખો બાવળિયા સમાજ દ્વારા આ સંમેલનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. હું પોતે કુવરજી બાવળિયા સામે લડ્યો હતો અને જંગી બહુમતીથી જીત્યો હતો. જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ઠરાવ પાસ કરીને કરવામાં આવ્યો છે અને આખરી મંજૂરી મારા તરફથી આપવામાં આવી હતી. મારો કોઈ આ વ્યક્તિગત નિર્ણય ન હોવાનું જણાવ્યું હતું.

રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજમાં જૂથવાદ જોવા મળ્યો છે. કુંવરજી બાવળિયાને દૂર કરવા અંગે બે જૂથ સામ-સામે આવી ગયા છે. કુંવરિયાના સસ્પેન્શન બાદ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ચંદ્રવદન પીઠવાલાએ કહ્યું કે, રાષ્ટ્રીય પ્રમુખ પદનો મામલો કોર્ટમાં છે. બેઠકમાં અજીતભાઈ કરેલા દાવા પાયાવિહોણા છે. 

આ પણ વાંચો : બહેનના લગ્નની ખુશી ઘડીક પણ ન ટકી, ડીજેમાં નાચતા નાચતા પિતરાઈ ભાઈનું મોત થયું 

મહત્વનું છે રવિવારે કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવે કુંવરજી બાવળિયાના સમર્થનમાં ચંદ્રવદન પીઠવાલા આવ્યા છે. તો ચંદ્રવદન પીઠવાલાના નિવેદન બાદ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત પટેલે કુંવરજી બાવળિયા પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, કુંવરજી બાવળિયાએ સમાજ વિરોધી કામ કર્યું છે. અજિત પટેલે કુંવરજી બાવળિયા સામે મોટો આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યુ કે, કોળી સમાજના બે ભાગલા કુંવરજીએ કર્યા છે. પ્રમુખ ના હોવા છતાં તેમણે કાર્યક્રમ શરૂ રાખ્યા હતા. 

આ પણ વાંચો : અઠવાડિયા બાદ નરેશ પટેલ પત્તા ખોલશે, જો ભાજપમાં નહિ જાય તો આ રહ્યાં 3 વિકલ્પ

ઉલ્લેખનીય છે કે, કોળી સમાજના કાર્યક્રમને લઈને પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ ચંદ્રવદન પીઠાવાલાએ પત્ર લખીને વર્તમાન પ્રમુખ અજિત કોન્ટ્રાકટર પર મનમાની કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે પત્રમા લખ્યુ હતુ કે, કુંવરજી બાવળીયા અને ઋત્વિક મકવાણાનું અપમાન કરાયું છે. બન્ને નેતાઓ વચ્ચે સમાધાન થયું છતાં શરતોનું પાલન ન કરાયું. બંને નેતાઓના વિવાદને કારણે સમાજને નુકસાન થઇ રહ્યું છે. આમ, હાલ કોળી સમાજનો આંતરિક વિવાદ આંખે ઉડીને વળગ્યો છે. 

આ પણ વાંચો : 

અમદાવાદના એસજી હાઈવે પર વિદ્યાર્થીનીનું ડમ્પરની ટક્કરે મોત, હેલમેટ પહેર્યુ છતા ન બચી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More