Home> Gujarat
Advertisement
Prev
Next

જનસંઘથી ભાજપ સુધી કેશુભાઇથી માંડી સી.આર પાટીલ સુધી આવી છે BJP ની રાજકીય સફર

ભારતીય જનતા પાર્ટી (BJP)  12માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર પાટીલની વરણી થઇ છે. ભાજપે પ્રથમ વખત બિન ગુજરાતી પ્રમુખ બનાવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં પાંચ પાટીદાર પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી છે. જ્યારે બે ક્ષત્રિય અને બે ઓબીસી પ્રમુખોની નિમણુંક કરી ચુકી છે.  

જનસંઘથી ભાજપ સુધી કેશુભાઇથી માંડી સી.આર પાટીલ સુધી આવી છે BJP ની રાજકીય સફર

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી (BJP)  12માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર પાટીલની વરણી થઇ છે. ભાજપે પ્રથમ વખત બિન ગુજરાતી પ્રમુખ બનાવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં પાંચ પાટીદાર પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી છે. જ્યારે બે ક્ષત્રિય અને બે ઓબીસી પ્રમુખોની નિમણુંક કરી ચુકી છે.  

અમરેલી : બગસરા રોડ પર ટ્રક અને કારનો અકસ્માત, 4નાં મોત, 3 ઇજાગ્રસ્ત

જનસંઘ પાછળથી ભારતીય જનતા પાર્ટી બનતાની સાથે જ કેશુભાઇ પટેલની પ્રથમ પ્રમુખ તરીકે નિમણુંક થઇ. કેશુભાઇ પટેલે ગુજરાતમાં પક્ષને ન માત્ર મજબુત કર્યો પરંતુ તેઓ પ્રથમ (ભાજપ) મુખ્યમંત્રી પણ બન્યા.ત્યાર બાદ બીજા પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર એ.કે પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. જનસંઘમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટી બની ત્યારે સમગ્ર દેશમાં લોકસભાની બે સીટો આવી હતી. તેમાં મહેસાણા સીટ પર એ.કે પટેલ લોકસભા ગયા હતા. ત્રીજા પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતનાં ઓબીસી સમાજનાં મોટા નેતા કાશીરામ રાણાને બનાવવામાં આવ્યા હતા. 

કોરોનાને પગલે અટકેલી ફાઇલ પાસ, 15 પોલીસ અધિકારીઓને પ્રમોશન, થશે ધરખમ ફેરફાર

ચોથા પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલા આવ્યા. તેઓ વિદ્રોહ કરીને રાજપા બનાવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં તેમને કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા. 2017ની વિધાનભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી જન વિકલ્પ નામની પાર્ટી બનાવી હતી. ત્યાર બાદ 2019 લોકસભા ચૂંટણી પહેલા એનસીપીમાં જોડાયા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. 

નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સંગઠનને નવી ઉંચાઇએ પહોંચાડશે: CM રૂપાણી

ભાજપના પાંચમા ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણા, બીજી વખત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જવાબાદરી સોંપવામાં આવી હતી. છઠ્ઠા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કારડિયા રાજપુત નેતા વજુભાઇ વાળા પ્રમુખ બનાવવામાં આવ્યા. સાતમા પ્રમુખ તરીકે ક્ષત્રીય સમાજના નેતા રાજેન્દ્ર સિંહ રાણાને જવાબદારી સોંપાઇ. રાજેન્દ્ર રાણા  2 વખત ગુજરાતનાં ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા. 

આઠમા પ્રદેશ પ્રમુખ તરીકે વજુભાઇ વાળાને જવાબદારી સોંપવામાં આવી. આ સાથેજ વજુભાઇ વાળા ગુજરાતમાં ભાજપના બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા. નવા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાને જવાબદારી સોંપાઇ. રૂપાલા બે ટર્મ પ્રદેશ પ્રમુખ રહ્યા. દસમા પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર પાટીદાર લેઉવા નેતા આર.સી ફળદુને જવાબદારી સોંપવામાં આવી.

Gujarat Corona Update: કોરોનાનાં નવા 998 કેસ, 777 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા 

અગિયારમાં પ્રદેશ પ્રમુખ તરીકે જૈન સમાજમાતીથી વિજય રૂપાણીને જવાબદારી સોંપાઇ. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમણે રાજીનામું આપ્યું. ત્યાર બાદ સૌરાષ્ટ લેઉવા પટેલ સમાજના નેતા જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઇ. વાઘાણીનાં સમયગાળામાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ પર પહોંચી. 2017ની વિધાનસભા ચૂંટણી ત્યાર બાદ લોકભા ચૂંટણી લડવામાં આવી. ભાજપ અને બંન્ને ચૂંટણી જીતી હતી. હવે 13માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર પાટીલની નિમણુંક કરવામાં આવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More