Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગરમાં બ્રાહ્મણ યુવતી લવ જેહાદનો ભોગ બને તે પહેલા જ પોલીસ પહોંચી અને...

શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો બને તે પહેલા જ ભાવનગર પોલીસ તથા ધારાસભ્ય વિભાવરી દવે અને પોલીસની વચ્ચે થયેલા સંકલનના પગલે યુવતીનો બચાવ થયો છે. હાલ પોલીસે શહેરની એક યુવતી જે વિધર્મીને મળવા હૈદરાબાદ જઈ રહી હતી. તે પૂર્વે જ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી જ ઝડપી લઇને તેમના પરિવારને સોંપી દેતા પરિવારે હાશકારો અનુભવ્યો છે.

ભાવનગરમાં બ્રાહ્મણ યુવતી લવ જેહાદનો ભોગ બને તે પહેલા જ પોલીસ પહોંચી અને...

નવનીત દલવાડી/ભાવનગર : શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો બને તે પહેલા જ ભાવનગર પોલીસ તથા ધારાસભ્ય વિભાવરી દવે અને પોલીસની વચ્ચે થયેલા સંકલનના પગલે યુવતીનો બચાવ થયો છે. હાલ પોલીસે શહેરની એક યુવતી જે વિધર્મીને મળવા હૈદરાબાદ જઈ રહી હતી. તે પૂર્વે જ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી જ ઝડપી લઇને તેમના પરિવારને સોંપી દેતા પરિવારે હાશકારો અનુભવ્યો છે.

કમુરતા ઉતરે તે પહેલા લગ્નવાંચ્છુકોનાં મોઢા ઉતરી જાય તેવા સમાચાર, સરકારે વધુ કડક નિયંત્રણો લાદ્યા

ભાવનગરના વિપ્ર પરિવારની એક યુવતી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી હૈદરાબાદમાં રહેતા એક વિધર્મી યુવકના પરિચયમાં આવી હતી. આ યુવતી યુવક સાથે લગ્ન કરવા ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ હૈદરાબાદ પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઇ જવા પામી છે. હૈદરાબાદમાં રહેતો એક વિધર્મી યુવક ભાવનગરની યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. આ યુવકે આ યુવતીને મળવા માટે હૈદરાબાદ બોલાવી હતી. આ યુવતી ભાવનગરથી રવાના ચુકી હતી, ત્યારે આ પરિવારે ભાવનગરના ડેપ્યુટી મેયર કુમાર શાહનો સંપર્ક કર્યો હતો. 

GUJARAT CORONA UPDATE: નવા 7476 કેસ, 2704 રિકવર થયા, 3 નાગરિકોનાં મોત

જેમાં કુમાર શાહ દ્વારા પૂર્વના ધારાસભ્ય વિભાવરી બેન દવેને જાણ કરતા ધારાસભ્યે તાકીદે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે હૈદરાબાદમાંથી યુવક ઝડપી અને યુવતીને વડોદરામાંથી ઝડપી લીધી હતી. પોલીસે યુવક પાસેથી વિગતો મેળવતા સમગ્ર હકીકત સામે આવી હતી, કે શહેરના એક પરિવારની યુવતીને લલચાવી વિધર્મી યુવક ધર્મપરિવર્તન કરાવી તેની સાથે લગ્ન કરવા માટે ભગાડી જવાની પેરવીમાં હતો. જેમાં ભાવનગર પોલીસ ટીમ કોઈ અન્ય કેસના કામે હૈદરાબાદમાં જ હતી. 

કોરોનાને કારણે લોકડાઉન આવે કે ન આવે પાનના ગલ્લા થશે બંધ, સરકારના આદેશ બાદ તંત્રની કડક કાર્યવાહી

જેથી આ યુવકનો નમ્બર પોલીસને મળતા પોલીસએ હૈદરાબાદમાંથી યુવકને ઝડપી લઈ તમામ વિગત જાણી હતી. આખી ઘટનાનો પર્દાફાર્શ થવા પામ્યો હતો. જો આ યુવતી વડોદરાથી હૈદરાબાદ ચાલી ગઈ હોત તો વિધર્મી યુવક તેને લલચાવીને લગ્ન કરી લેવાની પેરવી માં જ હતો પરંતુ સ્થાનિક ધારાસભ્ય ની સતર્કતા અને પોલીસ ની મહેનત આ કેસ માં રંગ લાવી છે. આમતો ભાવનગર જિલ્લામાં છેલ્લા ૧ મહિનામાં લવ જેહાદની આ ૪થી ઘટના પ્રકાશમાં આવી છે. 

3300 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત, જાણો કઇ રીતે થશે આયોજન અને શું રહેશે શરતો

જો કે એક ઘટનામાં તો બંને પરિવારની સહમતીથી થયું હોઈ અને બન્ને પુખ્ત વયના હોઈ લગ્ન પણ કરી લીધા હોવાથી કોઈ પોલીસ ફરિયાદ થવા નથી પામી પરંતુ તાજેતરમાં બનેલી ઘટનામાં જે હૈદરાબાદનો યુવક જે યુવતીને બોલાવીને ભગાડી જવાનો હતો તે ઘટનામાં લવ જેહાદની ઘટના બને તે પહેલા જ પોલીસે લીધેલા ત્વરિત પગલાંના કારણે યુવતી વિધર્મી સાથે લગ્ન કરે અને પરિવાર ગુમાવે તે પહેલા જ આ યુવતી પોલીસ ના હાથે ઝડપાઈ જતા યુવતી ના પરિવારે હાશકારો અનુભવ્યો છે.

લૂંટારાઓ ઘરના ધાબે બેઠા બેઠા ભાગ પાડતા હતા ત્યાં ક્રાઇમબ્રાંચ ત્રાટકી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો

છેલ્લા થોડા સમય થી વિધર્મી યુવકો હિન્દૂ સમાજ ની યુવતીઓ ને લલચાવી ને કે ફોસલાવી ને લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે ત્યારે હવે માં બાપ એ પોતાના સંતાનો ની સંભાળ રાખવી ખુબ જરૂરી બની છે અને ભાવનગર ની આ ઘટના શહેરી જનો માટે એક લાલબત્તી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More