Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનાં પોલીસ જવાનો હાલ ફરજ નહી પરંતુ માનવતાનું સર્વોચ્ચ કામ કરી રહ્યા છે: DGP

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપવા માટે રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 1 લાખથી પણ વધારે પોલીસ જવાનો 24 કલાક ખડે પગે સમગ્ર રાજ્યમાં પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. અમદાવાદનાં કોટ વિસ્તારમાં કર્ફ્યુંનું કડક પણ પાલન કરવામાં આવશે. લોકડાઉનનો શાંતિપુર્ણ રીતે અમલ કરાવીને પોલીસે પોતાની શક્તિ અને સૌહાર્દનો પરિચય આપ્યો છે.

ગુજરાતનાં પોલીસ જવાનો હાલ ફરજ નહી પરંતુ માનવતાનું સર્વોચ્ચ કામ કરી રહ્યા છે: DGP

અમદાવાદ : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપવા માટે રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 1 લાખથી પણ વધારે પોલીસ જવાનો 24 કલાક ખડે પગે સમગ્ર રાજ્યમાં પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. અમદાવાદનાં કોટ વિસ્તારમાં કર્ફ્યુંનું કડક પણ પાલન કરવામાં આવશે. લોકડાઉનનો શાંતિપુર્ણ રીતે અમલ કરાવીને પોલીસે પોતાની શક્તિ અને સૌહાર્દનો પરિચય આપ્યો છે.

અમદાવાદ કોટ વિસ્તારમાં કોરોના બેકાબુ, જેથી કર્ફ્યુંનો નિર્ણય યથા યોગ્ય: જયંતિ રવિ

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પોલીસનું કામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા 96 હજારથી પણ વધારે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. અનુશાસિત સૈનિકોની જેમ પોલીસ દ્વારા તેની ફરજ બજાવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં 51 હજારથી પણ વધારે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે પોલીસ જવાનોને જણાવ્યું કે, આપણે હંમેશા યાદ રાખવાનું છે કે આ ફરજ નહી પરંતુ માનવધર્મ છે. આપણે યુદ્ધ ચાલુ રાખવાનું છે અને થાકવાનું પણ નથી.

અમદાવાદ : બેકાબુ થઇ રહેલા કોરોના અને લોકોને ધ્યાને રાખી કર્ફ્યું, કડક કાર્યવાહીના આદેશ

અનિવાર્ય સેવાઓવાળા સ્થળો પર સુરક્ષા ચુસ્ત કરવામાં આવશે. 15 થી 21 એપ્રીલ સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરાયો. તેનું પાલન કરાવવા માટે પોલીસ પોતાના દ્વારા શક્ય તમામ પ્રયાસો કરશે. અમુક વિસ્તારોમાં પોલીસને સાથે રાખીને મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં સુરક્ષા સધન બનાવવામાં આવશે.

વડોદરા: લોકડાઉનની સ્થિતીમાં પોલીસ પરિવાર પણ રાષ્ટ્રરક્ષક બનીને ખડેપગે

આ કામગીરી લોકોનાં સહયોગ વગર શક્ય નથી. ડ્રોન, સીસીટીવી અને એરબલુનથી શહેરોમાં સર્વેલન્સ 24 કલાક લગાવવામાં આવી રહ્યું છે. ડ્રોનની મદદથી 5266 ગુના નોંધવામાં આવ્યા. સીસીટીવીના આધારે 844 ગુનામાં 1544 લોકોનીધરપકડ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અફવા બદલ 281 ગુના નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More