Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં પોલીસનું ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન, કુલ 7 આરોપી ઝડપાયા, લાખોનો નશાકારક પદાર્થ કબજે

ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી'  અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે પોલીસે વિવિધ જગ્યાએ રેડ પાડી હતી. આ દરમિયાન ડ્રગ પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. 
 

 સુરતમાં પોલીસનું ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન, કુલ 7 આરોપી ઝડપાયા, લાખોનો નશાકારક પદાર્થ કબજે

સુરતઃ સુરત શહેર પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અનેક આરોપીને સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 35 લાખથી વધુની કિંમતના ડ્રગ્સના મુદ્દામાલ સાથે સાથે આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની સામે અલગ અલગ પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

સુરતમાં 35 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું
મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલબેગમાં 25 લાખનું એમડી ડ્રગ્સ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત રેલવે સ્ટેશનની બહારથી ક્રાઇમબ્રાંચના સ્ટાફે બન્ને પકડી પાડ્યા છે. બેગમાંથી કપડા સહિત અન્ય સામાન મળ્યો હતો.. ઉપરાંત બેગમાં છુપાવેલું 250 ગ્રામ એમડી ડ્રગ્સ  જેની કિંમત 25 લાખ થાય છે.... પકડાયેલા યુવક-યુવતી મિત્ર છે અને મુંબઈમાં રહે છે. ક્રાઇમબ્રાંચે એમડી ડ્રગ્સ, મોબાઇલ સહિત 25 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. 

સુરત પોલીસની નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. રેલવે સ્ટેશનથી રાબિયા નામની મહિલા સહિત 3ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 253 ગ્રામ 25 લાખનું md ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ તમામની પૂછપરછ કરતા પેડલરોના નામ સામે આવ્યા હતા..

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદ

મુંબઈથી આવતા ઝડપાયા
પોલીસે પાંચ સ્થળોએ રેડ કરી હતી. અઠવા પોલોસ સ્ટેશનમાં 2, પાલ પોલીસ સ્ટેશનમાં 1 અને રાંદેર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો હતો. રાબીયા ચાર વખત MD સુરત લાવી હતી. પોલીસે અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ કરી છે. રાબીયા અને સફીક સુર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ મારતે થેલામાં ડ્રગ્સ લાવ્યા હતાં. જો કે ડિલિવરી કરે તે અગાઉ જ બન્નેને ઝડપી લેવામાં આવ્યાં હતાં.

પાંચ જગ્યાએ રેડ કરાઈ
અન્ય આરોપીઓમાં સરફરાજ ઉર્ફે સલમાનની તપાસ દરમિયાન 28.79 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.93 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપી ફૈસલ શેખની તપાસ કરતાં યાશીન બાબુલ મુલ્લા મળી આવ્યો હતો. બન્ને પાસેથી 31.55 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મોહસીન શેખ તથા મિત્ર અસ્ફાક મોહમંદયુનુસ શેખના ઘરે છુપાયો હતો. પકડવા જતા તે બિલ્ડીંગની ટેરેસ પરથી બીજી બિલ્ડીંગમાં કુદીને ભાગવા જતા તેને ઈજા થઈ હતી. જેથી સિવિલ ખસેડાયો છે. વોન્ટેડ આરોપી સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર ઉર્ફે કાલુ સૈયદ પાસેથી 27.500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. આમ પાંચ રેઈડમાંથી કુલ 354.65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More