Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીએ ગુજરાતને કરી 1 હજાર કરોડની સહાયની જાહેરાત, મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી

PM મોદીએ ગુજરાતને કરી 1 હજાર કરોડની સહાયની જાહેરાત, મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાય

ઝી મીડિયા બ્યૂરો: ઝી મીડિયા બ્યૂરો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. બેઠક પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો કે, વાવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા કેન્દ્ર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ગુજરાતને રૂપિયા 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં વિનાશ સર્જાયો છે. જેને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચો:- વિનાશક વાવાઝોડાએ પંચમહાલમાં વતાવ્યો પ્રકોપ, તારાજીને કારણે જગતનો તાત બન્યો પાયમાલ

પીએમ મોદી ભાવનગરથી અમદાવાદ આવવા રવાના થયા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

આ પણ વાંચો:- ખેડૂતોની છીનવાઈ ખૂશી: વાવાઝોડાએ તૈયાર પાકને કર્યો જમીન દોસ્ત, સર્વે બાદ ચૂકવાશે સહાય

સૌથી વધુ અસરગ્રસ્ત 3 જિલ્લાનું નિરીક્ષણ કરશે 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ આ હવાઈ નિરીક્ષણમાં જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરવાના છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More