Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં PM નો ભવ્ય કાર્યક્રમ: પોલીસની રડારમાંથી મચ્છર પણ છટકી નહી શકે, જડબેસલાક આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ઉપરાંત નવરંગપુરા સ્ટેડિયમ ખાતે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો યોજનારા છે. જેના પગલે સુરક્ષાની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બંને સ્થળોની પોતે જ મુલાકત લીધી હતી. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહીતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે મુલાકાત કરીને સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી. સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી ત્યારે અમદાવાદના આ બે દિવસના કાર્યક્રમમાં પોલીસ અધિકારી સહીતના 55 હજારથી પણ વધારે પોલીસ કર્મીચારીઓ બંદોબસ્તમાં તહેનાત છે. 

અમદાવાદમાં PM નો ભવ્ય કાર્યક્રમ: પોલીસની રડારમાંથી મચ્છર પણ છટકી નહી શકે, જડબેસલાક આયોજન

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ઉપરાંત નવરંગપુરા સ્ટેડિયમ ખાતે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો યોજનારા છે. જેના પગલે સુરક્ષાની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બંને સ્થળોની પોતે જ મુલાકત લીધી હતી. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહીતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે મુલાકાત કરીને સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી. સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી ત્યારે અમદાવાદના આ બે દિવસના કાર્યક્રમમાં પોલીસ અધિકારી સહીતના 55 હજારથી પણ વધારે પોલીસ કર્મીચારીઓ બંદોબસ્તમાં તહેનાત છે. 

સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર ધ્રુજી, અમરેલીમાં ધરતીકંપના આંચકાઓના પગલે લોકોમાં ભયનો માહોલ

અત્રે ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરીએ અમદાવાદમાં આવેલા ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 લાખ કરતા વધુ સરપંચ, ઉમેદવાર અને નાગરિકોને સંબોધશે. બપોરે 4 વાગે આયોજિત કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી પંચાયતના સભ્યો હાજર રહેવાના છે. મંત્રી બ્રિજેશ મેરજાએ આ અંગે ઝી 24 કલાકે વાતચીત કરી હતી. મંત્રીના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યના ગ્રામ પંચાયતના સરપંચ, સભ્ય તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને મહાસંમેલનમાં સંબોધિત કરશે. 

ચોર કોટવાલને દંડે? ચોરને પકડનારા વ્યક્તિની ચોર દ્વારા જ હત્યા કરી દેવાતા ચકચાર

મારું ગામ, મારું ગુજરાત બેનર હેઠળ સરકાર દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં નવા ચૂંટાયેલા 10 હજાર નવા સરપંચોમાં વડાપ્રધાન મોદી નવો જોશ અને ઉર્જા ભરશે. નવી પાંખોને પ્રોત્સાહન પૂરું પાડશે. રાજ્યના પંચાયત વિભાગે કાર્યક્રમ સંદર્ભે તડામાર તૈયારીઓ કરી, સંગઠનના લોકો પણ કામે લાગ્યા હતા. અંદાજે 1 લાખ કરતા વધુ પંચાયતના સભ્યો તેમજ કાર્યકરોને ઉપસ્થિત રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોઈ ત્રુટીઓ ન રહે તે માટે માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. એસટીની 2000 બસો ભાડે રાખવામાં આવી છે. 

અરવલ્લી જિલ્લામાં SOG ધ્વારા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા, સ્થળે પહોંચતાની સાથે જ

જે ગામથી જે સભ્ય આવવા માગે તેમના માટે બસની વ્યવસ્થા કરાઈ છે, એમને વોટ્સએપથી તમામ માહિતીઓ મળી રહેશે. જે તે ગામના અધિકારી દ્વારા કાર્યક્રમમાં આવનારનું ધ્યાન રાખવામાં આવશે. તમામ લોકો માટે નાસ્તો, જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેક જિલ્લાને કલર કોડ આપીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસમાં જીપીએસ સિસ્ટમ ગોઠવી છે, પાર્કિંગની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 18 હજાર ગામડાઓ છે, 14 કરતા વધુ ગ્રામપંચાયતો છે. ભૂતકાળમાં ગ્રામસભા કાગળ પર હતી, વર્ષ 2001 માં સીએમ તરીકે મોદીજીએ ધૂરા સાંભળી ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોને મજબૂત કરી હતી. ગ્રામસભાઓમાં પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહી શકે, તેમજ ગ્રામસભાઓમાં પ્રાણ પુરવાના કામ થયા છે. જે ગામોમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને કારણે કુસંપના બીજ રોપાતા એના બદલે સમરસ ગામ બનાવવા પ્રેરણા આપી હતી. હાલ સીએમ ભૂપેન્દ્રભાઈના વડપણમાં 1200 ગ્રામપંચાયત સમરસ છે, 600 કરતા વધુ મહિલા બેઠકો સમરસ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More