Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ખાઇ રહ્યો છે ધુળ, આબરૂ ન જાય તે માટે આખી ટ્રેન ગુમ કરી દેવાઇ

અમદાવાદ - મુંબઈ વચ્ચે પ્રથમ કોર્પોરેટ તેજસ ટ્રેન દોડાવવાની જાહેરાત રેલવે તંત્ર અને આઈઆરસીટીસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ તેજસ ટ્રેનની વિશેષતાઓથી તમામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જોકે, અમદાવાદ - મુંબઈ વચ્ચે પ્રથમ કોર્પોરેટ તેજસ ટ્રેન અમદાવાદનાં રેલવે યાર્ડમાં ધૂળ - માટી વચ્ચે ટ્રેક પર પડી રહી છે. સૂત્રોની દ્વારા મળેલી માહિતી મુજબ અમદાવાદ - મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનને દોડાવવાની જાહેરાત બાદ કોઈ પણ ટ્રેનને ચલાવનારો વેન્ડર મળ્યો નથી. 

PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ખાઇ રહ્યો છે ધુળ, આબરૂ ન જાય તે માટે આખી ટ્રેન ગુમ કરી દેવાઇ

અમિત રાજપુત/અમદાવાદ : અમદાવાદ - મુંબઈ વચ્ચે પ્રથમ કોર્પોરેટ તેજસ ટ્રેન દોડાવવાની જાહેરાત રેલવે તંત્ર અને આઈઆરસીટીસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ તેજસ ટ્રેનની વિશેષતાઓથી તમામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જોકે, અમદાવાદ - મુંબઈ વચ્ચે પ્રથમ કોર્પોરેટ તેજસ ટ્રેન અમદાવાદનાં રેલવે યાર્ડમાં ધૂળ - માટી વચ્ચે ટ્રેક પર પડી રહી છે. સૂત્રોની દ્વારા મળેલી માહિતી મુજબ અમદાવાદ - મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનને દોડાવવાની જાહેરાત બાદ કોઈ પણ ટ્રેનને ચલાવનારો વેન્ડર મળ્યો નથી. 

કાયદા તમે કેમ તેવી રીતે બદલી નહી જાય: નિત્યાનંદની શિષ્યાઓ પર હાઇકોર્ટની લાલ આંખ

સરકાર દ્વારા તેજસ કોર્પોરેટ ટ્રેન મુંબઇથી અમદાવાદ વચ્ચે દોડાવવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આ માટેનાં કોચ પણ અમદાવાદ ડિવિઝન ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. ડિવિઝન દ્વારા આ ટ્રેનના સંચાલન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જો કે આ ટેન્ડર કોઇ પણ પાર્ટી દ્વારા નહી ભરવામાં આવતા રેલવે તંત્ર વિમાસણમાં મુકાઇ ગયું હતું. જો કે ત્યાર બાદ ફરી બે વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવા છતા પણ કોઇએ ટેન્ડર ભર્યા નહોતા. જેના કારણે તંત્ર ભોંઠુ પડ્યું હતું. 

પાક વીમા મુદ્દે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ ફટકારી

જો કે સરકાર દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાનનાં ડ્રીમ પ્રોજેક્ટને લાંછન ન લાગે તે માટે અધિકારીઓએ ટ્રેનનાં કોચ યાર્ડમાં રીતસર છુપાડી દીધા હતા. જો કે zee 24 kalak દ્વારા આ ટ્રેનને શોધી કાઢવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા ઉચ્ચ ગુણવત્તાનાં ગણાતા આ તેજસ ટ્રેનનાં કોચ અહીં ધુળ ખાઇ રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હાલ મેઇન્ટેનન્સનું કામકાજ ચાલી રહ્યું છે. જો કે નવા જ આવેલા કોચમાં શેનું મેઇન્ટેન્સ તેવું પુછવામાં આવતા અધિકારીઓએ ગર્ભીત હાસ્ય સાથે મૌનમાં જ તમામ જવાબ આપી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More