Home> Gujarat
Advertisement
Prev
Next

કામદારો માટે આજે સોના જેવો દિવસ, લોન્ચ થઈ શ્રમયોગી માનધન યોજના

 લેઉવા પટેલના મા અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટમાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી હવે વસ્ત્રાલ પહોંચ્યા છે. જ્યાં તેઓ અંતરિમ બજેટમાં જાહેર કરેલ કામદારો માટેની શ્રમ યોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે. જેનો લાભ

કામદારો માટે આજે સોના જેવો દિવસ, લોન્ચ થઈ શ્રમયોગી માનધન યોજના

કિંજલ મિશ્રા/બ્રિજેશ દોશી/અમદાવાદ : લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન મોદીનો આ ગુજરાત પ્રવાસ બહુ જ મહત્વનો સાબિત થયો છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે મોટી સંખ્યામાં તેમની સભામા ઉપસ્થિત રહ્યાં છે, જ્યાં તેઓ કામદારો માટેની શ્રમ યોગી માનધન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાનો લાભ સમગ્ર દેશના કામદારોને મળશે. અમદાવાદ સહિતના રાજ્યભરના શ્રમયોગીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. પીએમ મોદીની એન્ટ્રીથી સભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શ્રમિકો માટેની આ યોજના વિશે ખુદ માર્ગદર્શન આપ્યું હતું, અને આ યોજનાથી કયા કયા ફાયદા થશે તેની માહિતી આપી હતી. 

કાર્યક્રમથી Live

  • પીએમએ કહ્યું કે, મારી સરકારનો હંમેશા વિશ્વાસ રહ્યો છે કે, કામદારના કામને માન અને સન્માન મળવો જોઈએ. શ્રમેય જયતે, શ્રમિકનો જયકાર જ દેશને આગળ લઈ જાય છે. તે જ સબ કા સાથ, સબ કા વિકાસ છે. સેનામાં પણ દીકરીઓ માટે નવી તક અમારી સરકારે આપ્યા છે. તમારો ચોકીદાર ચોંકન્નો છે. વચેટીયા અને ભ્રષ્ટાચારી કલ્ચરને દૂર કર્યું. હવે સરકાર અને કામદાર સીધા જોડાયેલા છે. તમારા ચોકીદારની આ જ ઈમાનદારી વચેટીયા અને દલાલોના હમદર્દોને તકલીફ કરી રહી છે. તેમની ઊંઘ હરામ થઈ રહી છે. પાંચ વર્ષથી દુકાન બંધ પડી છે. તેથી મોદી હટાવોની બૂમો પાડે છે. દેશની મહિલા, યુવા, શ્રમિકોના મારા પર આર્શીવાદ છે. તેથી જ ચોકીદાર અડીખમ છે, અને પોતાના ઈરાદા પર મજબૂત છે. તેઓ મોદીને હટાવવા મહામિલાવટ માટે એકજૂટ થયા છે, અને મોદી કિસાનો-કામદારોના હેતુને સુરક્ષિત રાખવા છે. તેઓ વિપક્ષ મોદી પર સ્ટ્રાઈક કરવામાં વ્યસ્ત છે અને મોદી આતંક પર સ્ટ્રાઈકમાં વ્યસ્ત છું. 
  • તેમણે કહ્યું કે, આ યોજનાનો ભાગ બનવા માટે તમારી પાસેથી દર મહિને 55 રૂપિયાથી 200 સુધીનું મામૂલી અંશદાન લેવામાં આવશે. આ યોજનામાં જેટલું તમે અંશદાન આપશો, તેટલા જ રૂપિયા મોદી સરકાર પણ જમા કરાવશે. દેશમાં 80 હજાર કોમન સર્વિસ સેન્ટર હતા, જે અમારી સરકારમાં 3 લાખથી વધુ થઈ ગયા છે. આમ, પીએમ મોદીએ મંચ પરથી સમગ્ર યોજના વિશેનું માર્ગદર્શન જાતે આપ્યું હતું.
  • તેમણે વિપક્ષ પર વાર કરતા કહ્યું કે, 55 વર્ષ રાજ કર્યું અને ભાષણમાં કહે છે કે, ગરીબી કંઈ નથી હોતી, આ તો એક માનસિક અવસ્થા હોય છે. તેમના માટે ગરીબી ફોટો ખેચાવવાનો ખેલ હોય છે. અમારા માટે ગરીબી એક મોટી ચેલેન્જ છે. ગરીબી સામે ઝઝૂમતા આખો પરિવાર નાબૂદ થઈ જાય છે. ભારતમાં ગરીબી માનસિક અવસ્થા નથી. પણ આવી વિચાર ધરાવનારાઓ માટે આ યોજના જીવતુજાગતો પુરાવો છે.

fallbacks

  • મેં અનુભવ્યુ છે કે, તમને કેવી પરિસ્થિતિઓમાં પસાર થવું પડે છે. કરોડો ગરીબોને એવી ચિંતા હોય છે કે, જ્યારે શરીર નબળુ પડશે તો શુ થશે. ગરીબોની આ હાલતમાં જેટલા રૂપિયા મળે તેનાથી વૃદ્ધત્વ પાર થઈ જાય. આવા સમયે આવકનું કોઈ સાધન ન હોય તો એ દિવસો બહુ જ પીડાદાયક હોય છે. આવામાં પોતાના લોકો પણ સાથ છોડી દે છે. આ જ પીડા મારા મનમસ્તિષ્કમાં હતી, આ પીડામાઁથી જ આ યોજનાએ જન્મ લીધો છે. જે લોકોને પોતાના ભાગ્ય પર છોડી દેવાયા હતા, તેવા લોકો માટે ભારતના ઈતિહાસમાં આ પહેલી યોજના છે. કેટલાકે ગરીબી હટાવોના નારા લગાવ્યા. અનેક રાજ્યોમાં કમ્યુનિસ્ટને સરકાર બનાવવાની તક મળી, પણ તેમણે ગરીબો માટે આવી યોજના બનાવવાનો વિચાર ન આવ્યો. 55 મહિનામાં એક ચાવાળાના દીકરાને આ વિચાર આવ્યો. હું દેશનો મજદૂર નંબર વન છું. 
  • યોજના વિશે તેમણે કહ્યું કે, જ્યારે શરીર કામ કરવાનુ બંધ કરે છે, ત્યારે આ યોજનાથી મળતી રકમ મોટી સહાય બનશે. કેટલાક લાભાર્થીઓને આજે યોજના માટેના કાર્ડ આપવામાં આવ્યા છે. હાલ સાડા ચૌદ લાખ આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. હજી તો પંદર દિવસ પહેલા જ ખેડૂતો માટે યોજના શરૂ કરાવી હતી અને આજે 42 કરોડ શ્રમિકો માટે યોજના તમારા ચરણોમાં આપુ છું. તમારા પ્રધાનસેવકની સરકારે ખેડૂતો અને શ્રમિકો માટે યોજનાઓની પાર્લામેન્ટમાં જાહેરાત કરી હતી અને સવા મહિનામાં બંને યોજના જમીન પર ઉતારી દેવાઈ છે. 
  • તેમણે કહ્યું કે, કોઈ કચરો ઉઠાવવાનું, કોઈ લેધરનું, કોઈ ખેતીમાં મજૂરીનું, કોઈ બાળકો લઈ જવાનું, કોઈ સિક્યુરિટીનું, કોઈ રીક્ષા ચલાવે છે, અથવા તો કોઈ ચા વેચે છે, આવા અનેક કામ સાથે જોડાયેલા તમામ કામગાર સાથીઓ માટે આ મોટી ભેટ છે. શ્રમિકોને આ યોજનાને તેમના વૃદ્ધત્વમાં મજબૂત સહયોગ બની જશે. આ યોજનાથી તમે જ ખુદ તમારો સહારો બન્યા છે, અને મોદી સરકાર ખભાથી ખભા મળાવીને તમારી સાથે ઉભી છે. 
  • વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતના આજના આ કાર્યક્રમનું ગર્વ લઈ શકે છે. તે આજના કાર્યક્રમના હોસ્ટ છે. આ દિવસે 3 લાખથી વધુ સર્વિસ સેન્ટર પર 2 કરોડથી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગીદાર છે. એકસાથે 2 કરોડ લોકોનો કાર્યક્રમ એક મોટો રેકોર્ડ છે. અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ, અધિકારીઓ જે ટેકનિકથી મારી સાથે જોડાયા છે, ત્યારે અમદાવાદની ધરતી પર તે સૌનું અભિવાદન કરું છું. ભવ્ય ભારતના સાચા નિર્માતા છે તેમની આ યોજના છે. મા ભારતીના મજૂરોના પરસેવાનું, મા ભારતીના માથા પર તિલક સમાન છે. મા ભારતીને અનેક પ્રકારે તિલક થયા છે. કેટલાકે રક્ત થયા છે. પણ શ્રમિકોના પરસેવાનું તિલક આજે હું લગાવુ છું. 
  • યોજનાના લોકાર્પણ બાદ પેન્શન કાર્ડ રેપ્લીકા શ્રમયોગીમાં વડાપ્રધાનના હસ્તે આપવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ રાજ્યોના શ્રમયોગીને આ કાર્ડ આપવામાં આવ્યા હતા. 
  • વડાપ્રધાને પ્રધાનમંત્રી માનધન યોજનાનો પ્રારંભ કરાવ્યો, જેમાં 11.51 લાખ લાભાર્થીઓને 13 કરોડની રકમ સરકારના ખાતામાંથી આપવામાં આવી છે. શ્રમયોગીઓના રજિસ્ટ્રેશનમાં પણ ગુજરાત અગ્રેસર છે. આ યોજનામાં 2 લાખથી વધુ શ્રમયોગીઓનું રજિસ્ટ્રેશન થયું.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણ સમયે મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે, છાતી વગરના લોકો 56ની છાતીવાળા લોકોને ચેલેન્જ કરતા હતા. હવે 156ની છાતી જોઈને ગભરાઈ ગયા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, મારી સરકાર ગરીબોની સરકાર છે. વર્ષોથી દેશમાં ગરીબોના રાજમાં રાજનીતિ ચાલી પણ. હકીકતમાં સાડા ચાર વર્ષમા બાદ અનુભવે છે કે આ અમારી સરકાર છે અને આ અમારા વડાપ્રધાન છે. આજનો દિવસ શ્રમિકો માટે સોનાનો દિવસ છે. દેશમાં 90 ટકાથી વધુ શ્રમિકો અનઓર્ગેનાઈઝ્ડ મજૂરો છે. એ બધા માટે આજ દિવસ સુધી કોઈ યોજના, તેમની સુરક્ષા માટે કોઈ યોજના ન હતી. આજે ગુજરાતની ધરતી પરથી આ યોજના લોન્ચ થવાની છે.  

 

શું છે શ્રમ યોગી માનધન યોજના...

  • 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે પેન્શન યોજના શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. 
  • આ યોજનામાં કામદારોની 60 વર્ષની ઉંમર બાદ દરે મહિને 300 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. 
  • જેમાં અસંગઠિત ક્ષેત્રના 18થી 40 વર્ષની ઉંમરના કામદાર યોજનાનો લાભ લઈ શકશે.
  • આ યોજના સાથે જોડવા માટે દેશભરમાં કુલ 3.13 લાખ સેવા કેન્દ્ર બનાવાવમાં આવ્યા છે.
  • 15 ફેબ્રુઆરીથી યોજના માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલી રહી છે. 
  • યોજનાને અંતિમ રૂમ આપવાની જવાબદારી ભારતીય જીવન વીમા નિગમને સોંપાઈ છે.  
  • જો કોઈ લાભાર્થી 18 વર્ષની ઉંમરમાં આ સ્કીમનો લાભ લેવા માંગે છે તો તેને 55 રૂપિયા પ્રીમિયર તરીકે આપવાનું રહેશે. 29 વર્ષની ઉ્મરમાં યોજનાનો ભાગ બનવા પર 100 રૂપિયા માસિક પ્રીમિયમ આપવાનું રહેશે. 40 વર્ષની ઉંમરમાં
  • લોકોને 200 રૂપિયા માસિક અંશદાન કરવાનું રહેશે. 
  • આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રના અંદાજે 10 કરોડ કામદારોને થશે
  • યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવનારાઓને વિશેષ આઈડી નંબર આપવામાં આવશે. 
  • આ યોજનાનો લાભ ઘરોમાં કામ કરતા સર્વન્ટ્સ, ડ્રાઈવર્સ, પ્લમ્બર, રીક્ષા ચાલકો તથા વીજળીનું કામ કરનારા કામદારોને પણ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More