Home> Gujarat
Advertisement
Prev
Next

વિશ્વ મહિલા દિવસ પર કચ્છમાં મહિલા સંતોના સેમીનારને પીએમ મોદી કરશે સંબોધિત

મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે કચ્છના ધોરડોમાં મહિલા સંતોના એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. 

વિશ્વ મહિલા દિવસ પર કચ્છમાં મહિલા સંતોના સેમીનારને પીએમ મોદી કરશે સંબોધિત

કચ્છઃ આવતીકાલ એટલે કે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કચ્છમાં મહિલા સંતોની સંગોષ્ઠીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલા દિવસ પર કચ્છના ધોરડોમાં એક મહિલા સંત શિબિરમાં આયોજીત સંગોષ્ઠીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. 

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમાજમાં મહિલા સંતોની ભૂમિકા અને મહિલા સશક્તિકરણમાં તેમના યોગદાનને ઓળખવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારમાં 500 થી વધુ મહિલા સંતો ભાગ લેશે. પીએમઓએ કહ્યું કે આ સેમીનારમાં સંસ્કૃતિ, ધર્મ, મહિલા ઉત્થાન, સુરક્ષા, સામાજિક સ્થિતિ અને ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની ભૂમિકા પર સત્ર હશે. 

આ પણ વાંચોઃ આગામી ત્રણ દિવસમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદની આગાહી

તેમણે કહ્યું- તેમાં મહિલાઓની સિદ્ધિની સાથે-સાથે મહિલાઓને લાભ આપનારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની કલ્યાણકારી યોજનાઓની પણ ચર્ચા કરવામાં આવશે. આ સેમીનારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ અને ભારતી પ્રવીણ પવાર પણ સામેલ છે. આ કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરા, મહામંડલેશ્વર કંકેશ્વરી દેવી સહિત અન્ય હસ્તિઓ પણ હાજરી આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More