Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડની સભામાં PM મોદીની સિંહગર્જના, ફરી એકવાર મોદી સરકાર આવશે

Gujarat Elections 2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે... વાપીમાં ચૂંટણી પ્રચાર સાથે 5 દિવસમાં ગુજરાતમાં સંબોધશે 20થી વધુ જનસભાઓ... સોમનાથ મહાદેવ ખાતે PM મોદી ઝુંકાવશે શીશ..

વલસાડની સભામાં PM મોદીની સિંહગર્જના, ફરી એકવાર મોદી સરકાર આવશે

Gujarat Elections 2022 : મિશન 150 પ્લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્ટાર પ્રચારકો ખુંદી વળ્યા છે. ત્યારે ભાજપના સૌથી દિગ્ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદી સંભાળવાના છે. આજે વાપીથી PM નો મેગા રોડ શો નીકળ્યો છે. PMના રોડ શોને પગલે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. દાભેલ ચેકપોસ્ટ પર PMનું ભવ્ય સ્વાગત કરાયું. તેમની એક ઝલક નિહાળવા માટે દમણ-વાપી રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, લોકો મને પૂછે છે કે આટલી મહેનત કેમ કરો છો. બધા પોલિટિકલ સરવે એમ કહે છે કે ભાજપનો જ્વલંત વિજય થવાનો છે. લોકશાહીમાં મારુ કર્તવ્ય છે કે હું લોકોની વચ્ચે જઈને કામનો હિસાબ આપું. હું મારુ કર્તવ્ય નિભાવવા આવ્યો છું. હુ તો તમારો સેવક છું. 22 વર્ષથી પગ વાળીને બેસ્યો નથી. જેટલી સેવા થાય એટલી કરવી છે. મને ભરોસો છે કે તમે વોટ આપશો. પણ મારુ કર્તવ્ય છે કે વોટ આપજો. દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે તેનુ કારણ તમે કમળનુ બટન દબાવો તેનુ પરિણામ છે. દેશ કમળની જેમ ખીલી રહ્યો છે. 

આઝાદી પછીની 75 વર્ષ પૂરા કરીને આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા છે. ત્યારે આગામી 25 વર્ષ મહત્વના છે. આ વર્ષોમાં કાચુ કાપવા ન દેવાય. ભારતને વિકસિત કરવા આત્મનિર્ભર બનાવવુ પડે. આ માટે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈ પર પહોંચાડવાનું છે. ગુજરાતની જવાબદારી મોટી છે, તેથી 

જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે, તેઓ જવાબદારી ઉપાડો. આગામી 25 વર્ષનું ભારત કેવુ હોય તેનો નિર્મય તમારા એક વોટ પર છે. તમારા સંકલ્પ પૂરા કરે, શિક્ષણ આપે, સપના સાકાર કરે એના માટે એનો આ દિવસ છે. તેનો તમે ફાયદો ઉઠાવો. પહેલીવાર વોટ આપનારાઓ માટે મારો વિશેષ આગ્રહ છે. 20 વર્ષ પહેલા વલસાડમાં શિક્ષણ માટે કોઈ માધ્યમ ન હતા, ભણવા માટે બહાર જવુ પડતુ. આજે તમામ પ્રકારની કોલેજ અહી છે. ગુજરાતનો જુવાનિયો રોજગારી લેનારો નહિ પણ આપનારો બની રહ્યો છે. 

જનમેદનીમાં તેમણે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરાવીને કહ્યુ હતું કે, તેમણે આ ચમકારો ભારતની પ્રગતિનો ચમકારો છે. આ ભારતની સામ્યર્થતાનો ચમકારો છે. દુનિયામા સસ્તામાં સસ્તા ફોન ભારતના છે. તેથી આ ચમકારો છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1 જીબી ડેટાના 300 રૂપિયા હતા, આજે મોદી સરકારમાં માત્ર 10 રૂપિયા થાય છે. જો પહેલાની સરકાર હોત તો આજે તમારું બિલ 4 થી 5 હજાર રૂપિયા દર મહિને આવ્યુ હોત. જેની પાસે મોબાઈલ છે તેના ચાર-પાંચ હજાર મહિને બચી રહ્યાં છે. 

આ સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે, હું દમણથી નીકળ્યો અને વલસાડ પહોંચ્યો એ આખાય રસ્તા પર જે રીતે લોકો આર્શીવાદ આપી રહ્યા હતા, અને આ વલસાડમાં આટલી મોટી ચૂંટણી સભા યોજાઈ રહી છે. આવી જંગી સભા જોઈને લોકો એમ જ માની લે કે ચૂંટણીના પરિણામ શૂ આવી રહ્યાં છે. તમે સહભાગી થઈને પરિણામની સિંહગર્જના કરી છે. માતા-બહેનો આવી તે મારું સૌભાગ્ય છે. આ સભા પ્રચંડ જીતની જાહેરાત છે. આ ગુજરાતની સિંહગર્જના છે કે, ફરી એકવાર મોદી સરકાર. આ વખતે જનતાએ નરેન્દ્રના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્રના નવા રેકોર્ડ બનાવવનું નક્કી કર્યું છે. આ ચૂંટણી સભા નથી, જનતાના વિજયનો શંખનાદ છે. 

ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થઈ ગયા છે, ત્યારે 19 નવેમ્બરે PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો કરશે. જેમાં તેઓ 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. વલસાડમાં પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધન કરશે. તો 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી ચાર જનસભા કરશે. 

પીએમ મોદીનો ત્રણ દિવસનો પ્રચાર
19 નવેમ્બર, 2022
વાપીમાં રોડ શો, તેના બાદ સાંજે 7:30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

20 નવેમ્બર, 2022
બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.
રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે
રાત્રે ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે

21 નવેમ્બર, 2022
સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More