Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત પર 'વાયુ'નું ગંભીર સંકટ, સ્થિતિ પર પીએમ મોદીની છે ચાંપતી નજર

અરબ સાગરથી ગુજરાત તરફ આગળ વધી રહેલા વિકરાળ વાવાઝોડા વાયુની અસર હવે રાજ્યમાં જોવા મળી રહી છે. અનેક કાંઠાના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે અને આંધીનું વાતાવરણ છે. દરિયામાં મોજા ઉછળી રહ્યાં છે. સોમનાથ મંદિરની આસપાસ આંધી જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યાં છે. પૂરપાટ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સમગ્ર સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંપતી નજર છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહી છે. 

ગુજરાત પર 'વાયુ'નું ગંભીર સંકટ, સ્થિતિ પર પીએમ મોદીની છે ચાંપતી નજર

અમદાવાદ: અરબ સાગરથી ગુજરાત તરફ આગળ વધી રહેલા વિકરાળ વાવાઝોડા વાયુની અસર હવે રાજ્યમાં જોવા મળી રહી છે. અનેક કાંઠાના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે અને આંધીનું વાતાવરણ છે. દરિયામાં મોજા ઉછળી રહ્યાં છે. સોમનાથ મંદિરની આસપાસ આંધી જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યાં છે. પૂરપાટ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સમગ્ર સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંપતી નજર છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહી છે. 

પીએમ મોદીએ કરી ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડાના કારણે ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં પેદા થયેલી સ્થિતિ પર નિગરાણી કરી રહી છે. તેમણે કહ્યું કે હું રાજ્ય સરકારોની સાથે સતત સંપર્કમાં છું. NDRF અને બીજી એજન્સીઓ દરેક શક્ય સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરી રહી છે. 

એક અન્ય ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે વાવાઝોડા વાયુથી લોકોની સુરક્ષા અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું. તેમણે વધુમાં કહ્યું કે સરકાર અને સ્થાનિક એજન્સીઓ રીયલ ટાઈમ સૂચના આપી રહી છે. હું પ્રભાવિત વિસ્તારોના લોકોને તેનું પાલન કરવાની ભલામણ કરું છું. 

ગુજરાત એકદમ અલર્ટ મોડ પર
રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવા માટે વ્યાપક સ્તરે અભિયાન શરૂ કરેલું છે. અત્યાર સુધી 2.15 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. હાલ ચક્રવાત ગંભીર વાવાઝોડાની કેટેગરીમાં આવી ગયું છે. ગુજરાતના વેરાવળથી 207 કિમી દૂર હોવાનું કહેવાય છે. 

10 જિલ્લા થશે પ્રભાવિત
રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ વાયુ વાવાઝોડાથી રાજ્યના 10 જિલ્લાઓ કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગિર સોમનાથ જિલ્લા પ્રભાવિત થઈ શકે છે. આ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

ત્રણેય સેનાઓ અને તટરક્ષક દળો અલર્ટ
ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોના 500 ગામડાઓ ખાલી કરાવી લેવાયા છે. તેમણે કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની પ્રક્રિયામાં NDRFની લગભગ 36 ટીમો મદદ કરી રહી છે. 10 જિલ્લાઓમાં શાળા અને કોલેજો તથા આંગણવાડીઓમાં 12 અને 13 જૂનના રોજ રજાઓ જાહેર કરાઈ છે. તટરક્ષક, આર્મી, નેવી, એરફોર્સ અને બીએસએફ હાઈ અલર્ટ પર છે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More