Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદી સોમનાથમાં ભક્તિ અને મનોરંજનનું અનોખા સંગમ સમાન 100 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટી બન્યા બાદ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. મંદિર અને આસપાસનાં વિસ્તારોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનું સંકુલ પણ વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. હાલ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ હોવાના કારણે શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર તો છે જ સાથે સાથે અન્ય કેટલાક વિકાસ કાર્યો દ્વારા તેને હવે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે પણ મોદી સરકાર કામગીરી કરી રહી છે. જેના ભાગ રૂપે મંદિરની આસપાસ અનેક ડેવલપમેન્ટ પણ કરવામાં આવ્યા છે. 

PM મોદી સોમનાથમાં ભક્તિ અને મનોરંજનનું અનોખા સંગમ સમાન 100 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

સોમનાથ : મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટી બન્યા બાદ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. મંદિર અને આસપાસનાં વિસ્તારોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનું સંકુલ પણ વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. હાલ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ હોવાના કારણે શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર તો છે જ સાથે સાથે અન્ય કેટલાક વિકાસ કાર્યો દ્વારા તેને હવે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે પણ મોદી સરકાર કામગીરી કરી રહી છે. જેના ભાગ રૂપે મંદિરની આસપાસ અનેક ડેવલપમેન્ટ પણ કરવામાં આવ્યા છે. 

GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 13 દર્દી સાજા થયા, એકપણ મોત નહી

સોમનાથ ટ્રસ્ટ દ્વારા  ૧૦૦ કરોડ કરતા વધારે ના ખર્ચ થી તૈયાર થયેલ 4 વિકસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહ  વર્ચ્યુઅલ માધ્યમથી કરશે સોમનાથ મંદિર નજીક 49 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક સમુદ્રદર્શન વોક વે, જુના સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયેલ મંદિરનું લોકાર્પણ પણ કરશે. સોમનાથના તમામ ઘન કચરાનો નિકાલ કરતો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. 

Vadodara માં કંડક્ટરે માનવતા મહેકાવી, લાખો રૂપિયાની કિંમતના દાગીના મહિલાને પરત કર્યા

સોમનાથ કલાકેન્દ્રમાં બનેલ પૌરાણિક સંગ્રહાલયનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરશે. આ ઉપરાંત 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતીમંદિરનું ખાતમુહર્ત કરાશે. કુલ ૧૦૦ કરોડ કરતા વધારે રકમના ખર્ચે બનનાર કામોનું વડાપ્રધાન 20 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે. આ તકે વડાપ્રધાન સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ સમયે મુખ્યમંત્રી વિજયરૂપાણી સહીત અનેક નેતાઓ હાજર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More