Home> Gujarat
Advertisement
Prev
Next

વડાપ્રધાન મોદી ગુજરાતને લઈ ચિંતીત, મુખ્યમંત્રી સાથે કરી રાજ્યની સ્થિતિ અંગે વાત, આ જગ્યા વિશે ખાસ પુછી ખબર

Biparjoy Cyclone: વાવાઝોડામાં રાજ્યની સ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સીએમના સંપર્કમાં રહી ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાતા જોખમ અંગે જાણકારી મેળવી રહ્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી હતી. 

વડાપ્રધાન મોદી ગુજરાતને લઈ ચિંતીત, મુખ્યમંત્રી સાથે કરી રાજ્યની સ્થિતિ અંગે વાત, આ જગ્યા વિશે ખાસ પુછી ખબર

Biparjoy Cyclone: ગુરુવારે રાત્રે કચ્છના જખૌ ખાતેથી અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય પસાર થયું હતું. વાવાઝોડાનું લેન્ડફોલ શરુ થયા પછી તે રાત્રે 2.30 વાગે નલિયાથી 30 કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે નુકસાની થઈ છે. બિપરજોય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં, અનેક સ્થળે વીજળીનાં થાંભલા પડ્યા છે. અનેક જગ્યાએ મકાનના છાપરાં ઉડી ગયા છે. રાજ્યમાંથી પસાર થયેલા વાવાઝોડાના કારણે વડાપ્રધાન મોદી પણ રાજ્યને લઈ ચિંતીત છે. 

આ પણ વાંચો:

લેન્ડફોલ સમયે વાવાઝોડું કેવુ હતું અને હવે શુ થશે : હવામાન વિભાગે આપી લેટેસ્ટ માહિતી

વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રને ધમરોળશે વરસાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરુ

કચ્છમાં બિપરજોયે વેર્યો વિનાશ, સવારથી પવન સાથે વરસાદ શરુ, રોડ કનેક્ટિવિટીને નુકસાન

વાવાઝોડામાં રાજ્યની સ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સીએમના સંપર્કમાં રહી ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાતા જોખમ અંગે જાણકારી મેળવી રહ્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી હતી. 

તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ તેમની સાથે ટેલીફોનિક વાત કરી હતી અને રાજ્યની સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ટ્વીટ અનુસાર વડાપ્રધાન મોદીએ લોકોની સલામતીની સાથે ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની માહિતી પણ મેળવી હતી.  

મહત્વનું છે કે બિપરજોય વાવાઝોડાની લેટેસ્ટ જાણકારી અનુસાર હવામાન વિભાગે જણાવ્યાનુસાર 16 જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડું નબળું પડશે અને આજે સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More