Home> Gujarat
Advertisement
Prev
Next

PM કેયર્સ ફંડમાં હીરાબાએ પણ કર્યું 25 હજાર રૂપિયાનું દાન

કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ ચાલી રહેલી લડાઇમાં ઘણી સંસ્થાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. ફિલ્મ જગત, રમત જગત અને ઉદ્યોગ જગતની ઘણી હસ્તીઓએ કોરોના વિરૂદ્ધ મહાજંગમાં મહાદાન આપ્યું છે.

PM કેયર્સ ફંડમાં હીરાબાએ પણ કર્યું 25 હજાર રૂપિયાનું દાન

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ ચાલી રહેલી લડાઇમાં ઘણી સંસ્થાઓએ પોતાનું યોગદાન આપ્યું છે. ફિલ્મ જગત, રમત જગત અને ઉદ્યોગ જગતની ઘણી હસ્તીઓએ કોરોના વિરૂદ્ધ મહાજંગમાં મહાદાન આપ્યું છે. પીએમ મોદીની માતા હીરાબા પણ મદદ કરવા માટે આગળ આવ્યા છે. તેમણે પીએમ કેયર્સ ફંડમાં 25 હજાર રૂપિયાનું યોગદાન આપ્યું છે. આ પહેલાં પીએમએ 22 માર્ચના રોજ જ્યારે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી તો તે દિવસે હીરાબાએ પણ થાળી વગાડીને દેશની સાથે એકજુટતા જોવા મળી હતી. 

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ (Coronavirus) નો સામનો કરવા માટે ગત 28 માર્ચના રોજ લોકો પાસે મદદની અપીલ કરી હતી. પીએમ મોદીએ લોકોને 'પીએમ કેયર્સ ફંડ' (PM-CARES Fund)માં મદદ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ પીએમ કેયર્સ ફંડનું એકાઉન્ટ નંબર પણ જાહેર કર્યો હતો. 

પીએમ મોદીએ પોતાના એક ટ્વિટમાં કહ્યું હતું ''ભારતના સ્વસ્થ્ય નિર્માણ માટે ઇમરજન્સી ફંડની સ્થાપના કરવામાં આવે છે. તમામ લોકો આ ફંડમાં પોતાનું અંશદાન કરી શકે છે. લોકોને મારી અપીલ છે કે તે પીએમ કેયરસ ફંડમાં પોતાનો સહયોગ આપે. પીએમ કેયર્સ ફંડ નામાં નાનું અંશદાન સ્વિકાર કરે છે. આ ઇમજરજન્સી ક્ષમતાને વધુ મજબૂતી પુરી પાડે છે.  

આ હસ્તિઓએ પણ દિલ ખોલીને કર્યું દાન
પીએમ મોદીની અપીલને આખા દેશમાં અપાર સમર્થન મળી રહી છે. આવો એક નજર તે હસ્તિઓની યાદી કરીએ, જેમણે મહાદાન કર્યું છે. 
-અક્ષય કુમારે 25 કરોડની મદદ આપવાની જાહેરાત કરી છે. 
- ટાટા ટ્રસ્ટે કોવિડ-19 સામે લડવા મટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી. ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન એન ટાટાએ કહ્યું કે ભારત અને દુનિયામાં હાલની સ્થિતિની ગંભીર ચિંતાનો વિષય છે અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. 
- ક્રિકેટર વિરાટ કોહલી અને તેમને પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડ રૂપિયાની મદદ કરી છે
પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ 52 લાખ રૂપિયાની મદદ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More