Home> Gujarat
Advertisement
Prev
Next

આયુષ સમિટમાં PM મોદીએ ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત કરી, હવે ભારત વિશ્વફલક પર ઝળહળશે

પીએમ મોદીએ આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે સરકાર વધુ એક પહેલ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં, ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઈ રહ્યું છે. આનાથી લોકોને આયુષ ઉપચાર માટે ભારતમાં મુસાફરી કરવામાં મદદ મળશે. 

 આયુષ સમિટમાં PM મોદીએ ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત કરી, હવે ભારત વિશ્વફલક પર ઝળહળશે

ઝી ન્યૂઝ/ગાંધીનગર: પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ત્રણ મહત્વની જાહેરાત કરી. જેમાં સૌથી મોટી જાહેરાત છે આયુષ વિઝા આપવાની. ભારત જે લોકો સારવાર માટે આવવા માંગતા હોય તેમને આયુષ વિઝા આપશે. જેથી ચિકિસ્તા માટે ભારત આવતા લોકોને સરળતા રહે. 

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, પીએમ મોદીએ આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે સરકાર વધુ એક પહેલ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં, ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઈ રહ્યું છે. આનાથી લોકોને આયુષ ઉપચાર માટે ભારતમાં મુસાફરી કરવામાં મદદ મળશે. 

મહાત્મા મંદિરમાં PM મોદી પોતાના ભાષણમાં WHOના વડા પર ઓવારી ગયા, ડો. ટેડ્રોસને આપ્યું 'તુલસીભાઈ' નામ

સાથે જ ખાસ આયુષ માર્કની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી આયુષ પ્રોડક્ટ્સની ગુણવત્તાની માહિતી મળશે. સમગ્ર વિશ્વમાં આ ઉત્પાદ પર વિશ્વાસ વધે તે માટે આયુષ માર્ક લગાવવામાં આવશે. આ સાથે દેશભરમાં આયુષ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આયુષ ક્ષેત્રે રીસર્ચ અને એનાલીસીસ માટે આયુષ પાર્ક બનાવવામાં આવશે. મહત્વનું છે કે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOની વિશેષ ઉપસ્થિતિમાં આજથી ત્રણ દિવસિય સમિટનું આયોજન કરાયું છે. 

મોદીએ કહ્યું: 'લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી હિમાલયથી સંજીવની લાવ્યા, ત્યારે પણ ભારત આત્મનિર્ભર હતું'

પીએમ મોદીએ જણાવ્યું કે, FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં 'આયુષ આહર' નામની નવી શ્રેણીની પણ જાહેરાત કરી છે. આ હર્બલ પોષક પૂરવણીઓના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે. ભારત એક ખાસ આયુષ ચિહ્ન પણ બનાવવા જઈ રહ્યું છે. આ ચિહ્ન ભારતમાં બનેલી ઉચ્ચ ગુણવત્તાની આયુષ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. આનાથી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોનો વિશ્વાસ મળશે. 

પીએમ મોદીએ કહ્યું કે, પરંપરાગત દવાએ કેરળના પ્રવાસનને વધારવામાં મદદ કરી. આ શક્તિ સમગ્ર ભારતમાં છે, ભારતના ખૂણે ખૂણે છે. 'હીલ ઇન ઇન્ડિયા' આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધ વગેરે વિદ્યાશાખાઓ પર આધારિત સુખાકારી કેન્દ્રો ખૂબ લોકપ્રિય હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More