Home> Gujarat
Advertisement
Prev
Next

ઓ હો હો....વિદેશમાં જે જિલ્લાનો વાગે છે ડંકો એ આણંદ હવે છવાશે, મોદી આપશે 163 કરોડની ભેટ

Civil Hospital Anand: આણંદ જિલ્લા મથક ખાતે નિર્માણ પામનાર આ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનો આણંદ,ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, બોરસદ, આંકલાવ,તારાપુર અને ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લાના રહેવાસીઓને લાભ મળશે.

ઓ હો હો....વિદેશમાં જે જિલ્લાનો વાગે છે ડંકો એ આણંદ હવે છવાશે, મોદી આપશે 163 કરોડની ભેટ

PM Modi Gujarat Tour: રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે આગામી તા.૨૫ ફેબ્રુઆરીના  રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. જેમાં આણંદમાં રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી  જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓ વાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે. 

કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો વાગે છે ડંકો, રૂના આ કારણે વધશે ભાવ, જબરદસ્ત તેજી
વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ

આણંદ ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ૨૯૭૬૧ સ્ક્વેર મીટર વિસ્તારમાં ૨૩૯ વોડૅ બેડ, ૪૫ આઈ.સી.યુ. બેડ અને ૦૪ ઓપરેશન થિયેટર ધરાવતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ત્રણ મજલાની જિલ્લા કક્ષાની  સિવિલ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ઈમરજન્સી, રેડીયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓ.પી.ડી. જેવી કે ઓર્થોપેડીક, પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટીશીયન, ફીઝીયોથેરાપી, સ્કીન, એન.આર.સી., ૪ ઓટી કોમ્પેક્ષ, એડવાન્સ લેબોરેટરી સર્વિસ, ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ બનશે.

iPhone 16 Pro મળશે બે કલર ઓપ્શનમાં, X પર સામે આવી બે તસવીરો

વધુમાં, મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશીયલ રૂમ, એન.આઈ.સી.યુ., પી.આઈ.સી.યુ., બર્ન, આઈ.સી.સી.યુ. અને એસ.આઈ.સી.યુ., પ્રીઝનર વોર્ડ તેમજ બ્લડ બેન્ક, કીચન અને ડાઇનીંગ, એડમીન ઓફીસ, ઇલેક્ટ્રીકલ અને પાવર બેક અપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડીકલ ગેસ પાઇપ લાઇન, ફાયર ફાઇટીંગ સીસ્ટમ, વોટર સપ્લાય, સુએજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવાશે.

PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ

એટલું જ નહીં, હોસ્પિટલની આગળની બાજુએ લેન્ડ સ્કેપીંગ, ગાર્ડનીંગ તથા ઓપન એરિયામાં દર્દીઓના સગા-વ્હાલા માટે વેઇટીંગ એરિયા શેડ સાથે પાછળની બાજુએ ટુ વ્હીલર/ફોર વ્હીલર પાર્કિંગ શેડ તથા ઓવર હેડ વોટર ટેન્ક, પંપ રૂમ, સબમર્સિબલ બોર સહિતની સુવિધા અપાશે. આ ઉપરાંત, ૫૦ બેડ ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, ફિઝીયોથેરાપી, યોગા હોલ હોમિયોપેથી, ઓ.પી.ડી, મેલ અને ફીમેલ વોર્ડ, મેલ અને ફિમેલ પંચકર્મ, કોન્ફરન્સ હોલ, વહીવટી કચેરી, ૨ સ્પેશીઅલ રૂમ, ઓટી, એડમિન ઓફીસનું નિર્માણ કરાશે.

ધમેન્દ્ર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાં કેવી રીતે બની ગયો Sunny Leone, જાણો સમગ્ર મામલો
વામિકા બની ગઇ મોટી બહેન, નાની પરીની ક્યૂટનેસ જાદૂ જોઇ તમે પણ કહેશો 'વાહ'

ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આણંદ જિલ્લાના અંદાજિત ૨૪ લાખ લોકોને અત્યાધુનિક તબીબી સેવાઓ પહોંચાડવાનો અને દર્દીઓની આરોગ્ય સુખાકારીને પ્રાથમિકતા આપવાનો છે. આણંદ જિલ્લા મથક ખાતે નિર્માણ પામનાર આ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનો આણંદ,ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, બોરસદ, આંકલાવ,તારાપુર અને ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લાના રહેવાસીઓને લાભ મળશે.

Tata Tiago CNG AMT વિશે મહત્વની 3 વાતો, સાંભળીને થઇ જશો ખુશ, મળશે 28KM માઇલેજ
જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય તો સમજજો કુંડળીમાં છે કાલ સર્પ દોષ, આ રીતે મેળવો મુક્તિ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More