Home> Gujarat
Advertisement
Prev
Next

હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?

PM Modi Gujarat Visit: ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે જનસભાઓને સંબોધવાના છે. 

હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?

PM Modi Gujarat Visit: ગુજરાતમાં લોકસભાની 25 બેઠક માટે 7 મે ના રોજ મતદાન થવાનું છે. જો કે તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતના રણમેદાનમાં ઉતારવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે અને આદિવાસી પટ્ટામાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે. ગુજરાતમાં ભાજર કાર્પેટ બોમ્બિંગ કરવાનું છે. આ સમયે દેશમાથી કેન્દ્રીય નેતાઓની ફૌજ પણ ઉતરવાની છે. હવે વધારે દિવસ ન હોવાથી ભાજપનું ધ્યાન હવે ગુજરાત પર છે. 26મીએ બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન છે. 

હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યુ

પ્રધાનમંત્રી દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરશે. ભાજપ અન્ય વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભા સંબોધશે...ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવા માટે પ્રધાનમંત્રી મોદી સભાઓ ગજવશે.

રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદ

7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે જનસભાઓને સંબોધવાના છે. 

ધુણતા ધુણતા ભુવાએ કહ્યું; '327થી 335 ભાજપ-ભાજપ, કમળ-કમળ બાકી બધું રમણ-ભમણ'

મહત્વનું છે કે, પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે તંત્ર અને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતનાં સ્થાપના દિવસ પર પીએમ મોદીનું આગમન ઘણું સૂચક મનાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More