Home> Gujarat
Advertisement
Prev
Next

સરદારની ભૂમિથી પીએમ મોદીએ 3 પડકાર ફેંક્યા, કોંગ્રેસ લેખિતમાં આપે મુસ્લિમોને આરક્ષણ નહિ આપે

PM Modi In Gujarat : પીએમ મોદીએ આણંદમાંથી પાકિસ્તાન પર સાધ્યું નિશાન.... આતંકવાદને એક્સપોર્ટ કરતો દેશ આજે કટોરો લઈને માગી રહ્યો છે ભીખ.... લોટની આયાત માટે પાકિસ્તાનને મારવા પડે છે ફાંફા..
 

સરદારની ભૂમિથી પીએમ મોદીએ 3 પડકાર ફેંક્યા, કોંગ્રેસ લેખિતમાં આપે મુસ્લિમોને આરક્ષણ નહિ આપે
Updated: May 02, 2024, 12:35 PM IST

Loksabha Election 2024 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રીથી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવો પ્રાણ ફૂંકાયો છે. આજે પ્રધાનમંત્રીની ચાર સભાનું ગુજરાતમાં આયોજન કરાયું છે. જેમાં તેમણે પહેલા સભા સરદાર પટેલની કર્મભૂમિ આણંદ ખાતે સંબોધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલ્લભવિદ્યાનગરમાં સભા કરી હતી. જેમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આણંદ અને ખેડા ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સરદાર સાહેબને પણ યાદ કર્યા. પણ આ ભૂમિ પરથી પીએમ મોદીએ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા હતા.  કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં દેશ અને ગરીબોને અન્યાય થયો. સાથે જ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, જે પાકિસ્તાનના હાથમાં બોંબ હતો આજે તેના હાથમાં ભીખનો કટોરો છે..તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ દેખાઈ રહી છે.સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ સંવિધાનને બદલવા માંગે છે. કોંગ્રેસે એવી પણ ખાતરી આરી કે SC, ST, OBC, EWSની અનામત ક્યાંય નહીં જાય..પીએમ મોદીએ જનતાને જંગી બહુમતિ સાથે મતદાન કરવા અપીલ કરી.

સરદાર સાહેબની ભૂમિથી કોંગ્રેસને પડકાર

1. દેશને લેખિતમાં ગેરંટી આપે કે તેઓ સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે 
2. SC, ST, OBC ને મળતા આરક્ષણમાં ફેરફાર નહીં કરે, અધિકારી નહીં છીનવે
3. જે રાજ્યમાં કોંગ્રેસ કે સાથી પક્ષોની સરકાર છે તેઓ વોટ બેંકની રાજનીતિ નથી કરે

 

 

કોંગ્રેસ સંવિધાન બદલવા માંગે છે
પીએમ મોદીએ સભામાં કહ્યું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ દેખાઇ રહી છે. ‘આધી રોટી ખાયેંગે ઈન્દિરા કો લાયેગા’ના નારા લગાડનારા લોકોએ કોંગ્રેસને છોડી દીધી, મોદીને પકડી લીધા. કોંગ્રેસે SC, ST અને OBC ને અંધારામાં રાખી છે. કોંગ્રેસે બક્ષીપંચ માટે દરેક પ્રસ્તાવને નામંજૂર કરી દીધો છે. SC, ST અને OBC આજે દેશમાં ભાજપની સૌથી મોટી તાકાત છે. આજ ભાજપમાં સૌથી વધુ ST, SC અને OBC ધારાસભ્યો અને સાંસદ છે. મંત્રીમંડળમાં પણ આજ સમાજના 60 ટકા મંત્રીઓ છે. કોંગ્રેસની સૌથી મોટી વોટ બેંક માઈનોરીટી છે, એમાં પણ મુસ્લિમ છે. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસ સંવિધાન બદલવા માંગે છે, કોંગ્રેસ એમની ખાસ વોટ બેન્કને આરક્ષણ આપવા માંગે છે. SC, ST અને OBCનું આરક્ષણ મુસ્લિમોને આપવા માંગે છે કોંગ્રેસ. હું સરદાર સાહેબની ભૂમિ પરથી શાહી પરિવારને, શાહજાદાને, કોંગ્રેસને ચેલેન્જ આપું છું.

PM મોદીની એન્ટ્રીથી મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ ભાજપને આપ્યુ સમર્થન

પીએમના ત્રણ પડકાર 
આગળ પડકાર ફેંકતા તેમણે કહ્યું કે, કોંગ્રેસને મારા ત્રણ પડકાર છે. કોંગ્રેસ દેશને લેખિતમાં ગેરંટી આપે કે સંવિધાન બદલી ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે. દેશને તોડવાનું કામ નહીં કરે. કોંગ્રેસ દેશને લિખિતમાં આપે SC, ST, ઓબીસી ને મળનાર આરક્ષણમાં સેંધમારી નહીં કરે, અને અધિકારી ન છીનવે. કોંગ્રેસની જે રાજ્યમાં અને સાથીઓની સરકાર છે ત્યાં ક્યારે પણ વોટ બેન્કની રાજનીતિ નહીં કરે. 

હવે વોટ જેહાદ કરશે
તેમણે કે, શાહજાદા હિમંત હોય તો આવી જાવ. સંવિધાનથી જીવવું અને સંવિધાનથી મરવું શીખવું હોય તો મોદી પાસે આવી જાવ. કોંગ્રેસ મારી ચેલેન્જનો નહીં સ્વીકાર કરે, કેમકે તેમની નિયતમાં ખોટ છે. ઈન્ડિયા ગઠબંધનની વધુ એક પોલ તેમના જ નેતાએ ખોલી દીધી છે. તેઓએ નારો આપ્યો કે વોટ જેહાદ કરો. ઈન્ડિયા ગઠબંધનના નેતાએ વોટ જેહાદની વાત કરી સંવિધાનની વાત કરી. અત્યારસુધી લવ જેહાદ અને લેન્ડ જેહાદ સાંભળ્યું હતું, હવે વોટ જેહાદનો નારો લગાવી રહી છે. ઇન્ડી ગઠબંધનનો ઇરાદો ખુબ ખતરનાક છે.  

ઉલ્લેખનીય છએ કે, આજે પીએમ મોદી 4 ચૂંટણી સભા સંબોધશે, જેમાં પહેલી સભા સવારે આણંદમાં સંબોધી હતી. તેના બાદ બપોરે 1 કલાકે સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની સભા છે. બપોરે 3.30 કલાકે જૂનાગઢમાં પીએમ મોદીની સભા છે. અને સાંજે 5 કલાકે પીએમ મોદીની જામનગરમાં સભા યોજાશે. 

રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે