Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટના પ્રખ્યાત મલ્હાર લોકમેળામાં પ્લાસ્ટિકના વપરાશ પર મુકાયો પ્રતિબંધ

વેપારીઓ માટે ડસ્ટબીન ફરજિયાત કરાયું, પ્લાસ્ટિક ડીશ પર પ્રતિબંધ મુકીને પેપર ડીશનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી
 

રાજકોટના પ્રખ્યાત મલ્હાર લોકમેળામાં પ્લાસ્ટિકના વપરાશ પર મુકાયો પ્રતિબંધ

રાજકોટઃ રાજકોટમાં સાતમ-આઠમ નિમિત્તે આયોજિત લોકમેળામાં મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય લેતાં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા દેશવાસીઓને વિનંતી કરી હતી. 

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવેલી મિટિંગમાં મેળામાં સ્ટોલ લગાવનારા વ્યાપારીઓને પ્લાસ્ટિકની ડીશના બદલે પેપર ડીશનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે જ ખાણી-પીણીના વેપારીઓ માટે ડસ્ટબીન ફરજિયાત બનાવાયું છે. 

એરફોર્સેના જવાનો દ્વારા કરાતી રાહત-બચાવ કામગીરીનું મીડિયા સમક્ષ કરાયું નિદર્શન 

મેળામાં ફૂડ ઇન્સ્પેક્ટરોને નિયમિતપણે ચેકિંગ કરતા રહેવા પણ સુચના આપવામાં આવી છે. વેપારીઓએ વેચી શકાય તેટલી જ ખાણી-પીણીની ચીજ-વસ્તુઓ બનાવવાની રહેશે. જો કોઈ વેપારી પાસે ખાદ્યપદાર્થનો સંગ્રહ જોવા મળશે તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. 

મેળામાં પ્લાસ્ટિકના પાણીના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જે કોની પાસે પાણીના પાઉચ પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવાની સુચના અપાઈ છે. આ સાથે જ મેળામાં આવનારા નાગરિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, પોલીસ કંટ્રોલ ઓફીસ, ફાયર સ્ટેશન સહિત આઠ ફાયર પોઇન્ટ પણ બનાવાયા છે.

જુઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More