Home> Gujarat
Advertisement
Prev
Next

Pirana Dumping site: પીરાણા ડમ્પ સાઈટનો કચરો હવે AMC માટે બન્યું કંચન, માટીમાંથી કમાવી આપ્યા કરોડો રૂપિયા

માનવામાં આવતું નથી ને તો કઈ રીતે આવક થવા લાગી તે પણ જાણી લો પીરાણા ડમ્પિંગ સાઈટમાંથી વિવિધ પ્રકારનો કચરો નીકળી રહ્યો છે. જેમાંથી એક છે પ્લાસ્ટિકનો કચરો. અત્યાર સુધી 11 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે.

Pirana Dumping site: પીરાણા ડમ્પ સાઈટનો કચરો હવે AMC માટે બન્યું કંચન, માટીમાંથી કમાવી આપ્યા કરોડો રૂપિયા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: કહેવત છે કે મહેનત કરો તો કચરો પણ કંચન બની જાય. અને આવું જ કંઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પીરાણામાં ડમ્પિંગ સાઈટમાં કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. અને તેના માટે દિવસ-રાત મહેનત પણ કરી. જેના કારણે હવે તે જ કચરામાંથી તંત્રને મોટી આવક થવા લાગી છે.

મોહનથાળ V/s ચીકીની જંગમાં લેવાયો મોટો નિર્ણય, હવે આ પ્રસાદ યથાવત રહેશે

માનવામાં આવતું નથી ને તો કઈ રીતે આવક થવા લાગી તે પણ જાણી લો પીરાણા ડમ્પિંગ સાઈટમાંથી વિવિધ પ્રકારનો કચરો નીકળી રહ્યો છે. જેમાંથી એક છે પ્લાસ્ટિકનો કચરો. અત્યાર સુધી 11 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો વેસ્ટ એકઠો કરવામાં આવ્યો છે. અને તે હવે વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે ઉપયોગમાં આવશે. જેના માટે એક ખાનગી કંપનીએ અંદાજિત 6 એકરમાં 8 કરોડના ખર્ચે વિશેષ પ્લાન્ટ બનાવ્યો છે.

ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર વાગશે શરણાઈ, જાણો નાના પુત્ર જીતની સગાઈ કોની સાથે થઈ

આ પ્લાન્ટમાં અગાઉનો એકઠો થયો અને હાલમાં નવો એકઠો થતો પ્લાસ્ટિક વેસ્ટ ઉપયોગમાં લેવામાં આવશે. અત્યારે એવું નક્કી થયું છે કે ખાનગી કંપની દૈનિક 3000 ટન કરતાં વધારે પ્લાસ્ટિક વેસ્ટ કોર્પોરેશન પાસેથી મેળવશે અને તેના બદલામાં કોર્પોરેશનને વાર્ષિક 51 લાખ રૂપિયા ચૂકવશે.

સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ

આ પ્લાસ્ટિક વેસ્ટને વૈજ્ઞાનિક ધોરણે પ્રોસેસ કરીને વિશેષ બ્લોક બનાવવામાં આવશે. જે વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે કોલસાની જગ્યાએ વપરાશે. પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ થતાં કોર્પોરેશનને 61 કરોડના ખર્ચે બનનારી નવી લેન્ડફિલ સાઈટ બનાવવી નહીં પડે. એકસમયે આ પ્લાસ્ટિકના કચરાને કોઈ હાથ લગાવવા પણ તૈયાર ન હતું. પરંતુ સમયનું ચક્ર બદલાયું અને પરિણામ આપણી સામે જ છે. આ જ પ્લાસ્ટિક આજે કોર્પોરેશનને કમાણી કરાવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More