Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં ધોરણ 5માં ભણતી વિધાર્થીની સાથે શારીરીક અડપલા, વાલીનો સ્કુલ સામે રોષ

વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાના કેસમાં આખરે શાળા સંચાલકોએ પગલાં ભર્યા છે. શાળા સંચાલકોએ વાનચાલકને નોકરીમાંથી હાંકી કાઢ્યો છે.

વડોદરામાં ધોરણ 5માં ભણતી વિધાર્થીની સાથે શારીરીક અડપલા, વાલીનો સ્કુલ સામે રોષ

રવી અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં સ્કુલ વાન ચાલકે વિધાર્થીની સાથે શારીરીક છેડછાડ કરવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શારીરીક છેડછાડની ઘટનાથી વિધાર્થીનીએ સ્કુલ જવાનું છોડી દેતા પરિવાર ચિંતિત થયો છે 

વડોદરાની નામાંકિત ગુજરાત પબ્લીક સ્કુલના ખાનગી વાન ચાલકે ધોરણ 5માં અભ્યાસ કરતી વિધાર્થીનીને તેની જ વાનમાં આગળ બેસાડી શારીરીક અડપલા કરતા વિધાર્થીની ગભરાઈ ગઈ. વિધાર્થીનીના વાલીએ વિધાર્થીનીને સ્કુલમાં મુકવા જવા માટે એક વાન બંધાવી હતી. જેના ડ્રાઈવ વિજય રાજપુતે વિધાર્થીનીને તેના ઘરેથી સ્કુલ છોડતા સમયે વાનમાં આગળ બેસાડી શારીરીક અડપલા કર્યા.

વાનમાં તે સમયે સ્કુલનો અન્ય એક વિધાર્થી હાજર હોવાથી મોટી ઘટના બનતી બચી ગઈ હતી. અન્ય વિધાર્થી ભોગ બનનાર વિધાર્થીનીને સ્કુલમાં શિક્ષક પાસે લઈ ગયો. જયાં વિધાર્થીનીએ સમગ્ર ઘટના વર્ણવતા સ્કુલ સંચાલકોએ વાલીઓને સ્કુલમાં બોલાવ્યા. વાલીઓનો આરોપ છે કે સ્કુલ સંચાલકોએ માત્ર વાન ચાલક પાસેથી માફી પત્ર લખાવી તેને કાઢી મુકયો પરંતુ તેની સામે પોલીસ ફરિયાદ નથી કરી.

વિધાર્થીનીના પરિવારને સ્કુલ તરફથી કડવો અનુભવ થયો ત્યારે તેવો પોલીસ પાસે ગયા. ત્યારે માંજલપુર પોલીસે પરિવારને ગુજરાતી લખતા ન આવડતું હોવાથી ફરિયાદ ન સ્વીકારી. જેથી પરિવારના સભ્યે પોલીસ કમિશનર સહિત રાજય સરકારને ઈ મેઈલથી સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદ કરી. મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બન્યા બાદ ગુજરાત પબ્લીક સ્કુલ સંચાલકોએ વાન ચાલકને સ્કુલમાંથી કાઢી મુકયો તેમજ ખાનગી વાનને પણ બંધ કરી દીધી. તેમજ વાન ચાલક પાસે માફીનામું લખાવી દીધું. પરંતુ સવાલ એ છે કે વાન ચાલક સામે સ્કુલ કેમ પોલીસ ફરિયાદ ન કરી.

 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More