Home> Gujarat
Advertisement
Prev
Next

પંચમહાલના ઉમેદવાર વી.કે ખાંટનો 500 રૂપિયાની નોટ સાથે ફોટો વાયરલ, વધશે મુશ્કેલી

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે ખાંટનો તેમના હાથમાં રૂપિયા 500ના દરની નોટો ધરાવતો ફોટો વાયરલ થયા બાદ જીલ્લા ચુંટણી વિભાગ હરકતમાં આવ્યું છે. અને પંચમહાલ લોકસભાના આદર્શ આચાર સંહિતા નોડલ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પંચમહાલના ઉમેદવાર વી.કે ખાંટનો 500 રૂપિયાની નોટ સાથે ફોટો વાયરલ, વધશે મુશ્કેલી

જયેન્દ્ર ભોઇ/ ગોધરા: પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે ખાંટનો તેમના હાથમાં રૂપિયા 500ના દરની નોટો ધરાવતો ફોટો વાયરલ થયા બાદ જીલ્લા ચુંટણી વિભાગ હરકતમાં આવ્યું છે. અને પંચમહાલ લોકસભાના આદર્શ આચાર સંહિતા નોડલ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

ચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી કે ખાંટનો રૂપિયા 500ના દરની ચલણી નોટો હાથમાં પકડી ચુંટણી પ્રચાર સભામાં ગયા હોવા અંગેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા તેઓ દ્વારા મતદારોને પ્રલોભન આપવા અંગેના આક્ષેપોને ફગાવ્યા હતા અને ભાજપ દ્વારા ષડ્યંત્ર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

અમિત શાહનો લલકાર: પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપશે ભારત

સમગ્ર મામલાને લઈને પંચમહાલ જીલ્લા ચુંટણી વિભાગ પણ હરકતમાં આવ્યું છે. અને પંચમહાલ લોકસભા બેઠકના આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ફોટો શહેરા વિધાનસભા મત વિસ્તારના બોરિયા ગામમાં કોંગ્રેસ દ્વારા તારીખ ૯-૪-૨૦૧૯ના રોજ યોજવામાં આવેલી પ્રચાર સભા દરમિયાનનો હોવાનું બહાર આવ્યું છે.

હનીટ્રેપ: મહિલાએ વેપારીને ફસાવી રૂપિયા પડાવા રચ્યું ષડયંત્ર, ત્રણની ધરપકડ

આ મામલે તપાસ દરમિયાન જે વિગતો બહાર આવશે તે બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચુંટણી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે જો આ અંગે જો ચૂંટણી પંચની તપાસમાં વી.કે ખાંટ વિરૂદ્ધ પુરાવા મળશે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More