Home> Gujarat
Advertisement
Prev
Next

PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો

પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે. 

PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો

ઝી મીડિયા/બ્યૂરો :પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે. 

આ પણ વાંચો : અંતે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલીનો આદેશ આવ્યો, સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં કાનાફૂસી શરૂ 

આજે વર્લ્ડ મિલ્ક ડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણી આસ્થા, પરંપરા, સ્વાદ અને ખાણી-પીણીની જીવનશૈલી સાથે વણાયેલું અભિન્ન અંગ છે. સદીઓથી આપણે ગાય-ભેંસના દૂધને પીતા આવ્યા છીએ. આપણું શરીર પણ દૂધાળાં પશુઓનું દૂધ પચાવવામાં સક્ષમ બની ગયું છે. આપણા માટે દૂધ સંપૂર્ણ આહાર છે પરંતુ પેટા ઈન્ડિયાએ ગાય-ભેંસના દૂધને ફગાવીને વનસ્પતિમાંથી બનતા દૂધને ઉપયોગમાં લેવાની સાજીશ શરૂ કરી છે. જો આપણે વનસ્પતિમાંથી બનતા દૂધને ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ તો ખૂબ મોટું નુકસાન થાય એમ છે. 10 કરોડ પશુપાલકોની રોજી રોટી છીનવાઈ જવા ઉપરાંત ફેક્ટરીમાં બનતા વિગન દૂધથી આપણું શરીર ટેવાયેલું નથી. જેથી તેની આડઅસર આપણા શરીર પર થઈ શકે છે. તેમજ આપણું આરોગ્ય પણ જોખમાઈ શકે છે. 

પરંતુ PETA ઈન્ડિયા જાનવરો પર ક્રૂરતા થતી હોવાના બહાને પોતાનો એજન્ડા આગળ વધારી રહી છે અને આપણને આર્થિક અને સામાજિક રીતે કમજોર કરવાનો પ્રયાસ કરી રહી છે. PETA નું કહેવું છે કે અમૂલ ડેરી પશુઓનું દૂધ બંધ કરીને વનસ્પતિ દૂધ બનાવવાનું શરૂ કરે. PETA એ આપણા સહકારી ડેરીના માળખા પર પ્રહાર કરીને ગુજરાત સહિત દેશના અર્થતંત્રને બરબાદ કરવાની જાણે કે સોપારી લીધી છે. ક્યાં જશે આપણા 10 કરોડ પશુપાલકો? PETA એ અમૂલને લખેલા પત્રનો મતલબ છે કે આપણે ગાય-ભેંસને બદલે ફેક્ટરીમાં બનેલું દૂધ પીવાનું ચાલુ કરવું જોઈએ. જે ગાયને આપણે માતા માનીએ છીએ એનું દૂધ દોહીએ તેને PETA નામની સંસ્થા પશુઓ પર અત્યાચાર ગણાવી રહી છે. PETA એ લખ્યું છે કે સહકારી ડેરી ઉદ્યોગ દૂધાળાં પશુઓ પર ક્રૂરતાને પ્રોત્સાહન આપી રહ્યો છે.

દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર કરાતા હોવાનું PETA નું નિવેદન છે. ત્યારે પશુઓના દૂધના બદલે કૃત્રિમ દૂધ નું ઉત્પાદન કરવાની સલાહ અંગે ધર્મગુરુ જ્યોતિર્નાથ બાવાએ કહ્યું કે, PETA દ્વારા અપાયેલું નિવેદન પાયા વિહોણું છે. પશુઓના દૂધનું ધાર્મિક મહત્વ છે. પશુઓના દૂધનો ઉપયોગ કરવો એ ભારતીય પરંપરા છે. જો કૃત્રિમ દૂધનું ઉત્પાદન થાય તો અસંખ્ય લોકો રોજગારી ગુમાવશે. પશુપાલકો પશુપાલન બંધ કરી દેશે. પશુઓના દૂધનો યોગ્ય નિકાલ ન થાય તો પશુઓનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય એમ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More