Home> Gujarat
Advertisement
Prev
Next

દાહોદઃ સ્થાનિકોએ કાયદો લીધો હાથમાં, બે ચોરને માર મારતા એકનું મોત

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામમાં ચોરોનો આતંક હોવાના કારણે ગ્રામજનોએ રાત્રે જાગી પહેરો કરવાનુ નક્કી કર્યું હતુ. 

દાહોદઃ સ્થાનિકોએ કાયદો લીધો હાથમાં, બે ચોરને માર મારતા એકનું મોત

દાહોદઃ જિલ્લામાં સ્થાનિકોએ કાયદો હાથમાં લઇ બે ચોરને માર મારતા જેમાં એક શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામમાં ચોરોનો આતંક હોવાના કારણે ગ્રામજનોએ રાત્રે જાગી પહેરો કરવાનુ નક્કી કર્યું હતુ. ત્યારે ગામ પાસેથી બન્ને ઇસમો બાઇક લઇને પસાર થતા ગ્રામજનોએ બન્નેને રોક્યા અને ચોર હોવાની શંકાને લઇ  100 થી વધુ લોકોના ટોળાએ લાકડી અને ધારિયા સહિતના હથીયારો વડે હુમલો કર્યોં હતો. ત્યારે ઝાલોદ પોલીસે ટોળા સામે ગુનો દાખલ કરી તપાસની કાર્યંવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામમાં ચોરોનો આંતક વધતા ગામના લોકોએ ચોકી કરવાનુ શરુ કર્યુ હતું. ત્યારે મોડી રાતે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામનો અજમેલ વહોનીયા તેમજ ગરબાડા તાલુકાના ખજુરીયા ગામનો ભારૂ પલાસ બંને ઈસમો દાહોદ જેલમાંથી ચાર દિવસ પહેલાં ચોરીના ગુનામાંથી છુટતા બંને ઈસમો ચાર દિવસ બાદ દાહોદ ગરબાડા ચોકડી પર મળવા માટે ભેગા થયા હતા. જ્યાંથી બંન્ને ઈસમો અજમેલ વહોનીયાની મોટરસાઈકલ પર સાંજના 6:00 વાગ્યાની આસપાસ દાહોદથી ઝાલોદ તરફ જવા માટે નિકળ્યા હતા. ત્યારે બંન્ને ઈસમોને રાત્રેના ૧૦થી ૧૧ વાગ્યાની આસપાસ  કાળીમહુડી ગામે રોડ ઉપર ઉભેલ ૧૦થી ૧૫ જેટલા અજાણ્યા ઇસમો દ્વારા આ બંને ઈસમોને મોટરસાયકલ લઈને આવેલ અને પૂછપરછ કરતા કયા ગામના છો ક્યાંથી આવો છો તેવું પૂછતા બન્ને ઈસમોએ ખજુરીયા ગામના હોવાનું જણાવ્યું હતું. 

ત્યારબાદ ટોળા દ્વારા ચોર સમજી લાકડીઓ વડે હુમલો કરતા બંને પોતાની મોટરસાયકલ મૂકી ખુલ્લા ખેતરમાં ભાગવા જતા ટોળાએ  ચોર-ચોરની બૂમો પાડતા આસપાસના ગામના લોકો હાથમાં લાકડી, ધારિયા સહિતના તીક્ષ્ણ હથીયારો લઈ દોડી આવ્યા હતા. ગામલોકોએ બંન્નેને માર મારતા અજમેલ વોહનીયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે ભારુ પલાસને શરીરે ઈજાઓ થતા સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા લીમડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક અજમેલના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More