Home> Gujarat
Advertisement
Prev
Next

ફિલ્મી ઢબે વલસાડ પોલીસનું પંજાબમાં મેગા ઓપરેશન! 6 મહિના પહેલા અપહરણ થયેલી બાળકીને શોધી

વલસાડ શહેરના તિથલ રોડ પર રહેતા એક પરિવારની ધો.10માં અભ્યાસ કરતી સગીર દીકરી 22-02-24ના રોજ શાળા એ ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. જેને પરિવાર દ્રારા સગીર દીકરીની શોધખોર હાથ ધરતા ન મળતા વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે બાળકીને કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.

ફિલ્મી ઢબે વલસાડ પોલીસનું પંજાબમાં મેગા ઓપરેશન! 6 મહિના પહેલા અપહરણ થયેલી બાળકીને શોધી

ઉમેશ પટેલ/વલસાડ: ફિલ્મની જેમ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પંજાબ જઈ વેશ પલટો કરી 6 મહિના પહેલા અપહરણ થયેલી બાળકીને શોધી કાઢી બાળકીને અપહરણ કરનારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો. કઈ રીતે પોલીસે અપહરણ કરનારને ઝડપી પાડ્યો?

ખાડા રાજ! રોડ પર નીકળતાં પહેલાં વીમો કઢાવી લેજો, ખાડામાં રોડ કે રોડ પર ખાડા

વલસાડ શહેરના તિથલ રોડ પર રહેતા એક પરિવારની ધો.10માં અભ્યાસ કરતી સગીર દીકરી 22-02-24ના રોજ શાળા એ ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. જેને પરિવાર દ્રારા સગીર દીકરીની શોધખોર હાથ ધરતા ન મળતા વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે બાળકીને કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. જે બાદ વલસાડ પોલીસ દ્રારા તાત્કાલિક પગલાં લઈ શહેરના તથા સગીરાનજ શાળાના આજુબાજુના 100 વધુ સીસીટીવી તપાસ કરતા બાળકી એક ઈસમ સાથે રાજેસ્થાન જતી ટ્રેનમાં જતા નજરે પડી હતી. જે બાદ પોલીસ દ્રારા રાજેસ્થાન માટે એક ટીમ રવાના કરાઈ હતી. 

એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે મુકેશ-નીતા અંબાણી? જાણો કારણ

સાથે સીસીટીવીના આધારે સગીરબ મિત્રો તથા સગા સંબંધીઓને પૂછપરછ કરતા મૂળ આગ્રા જિલ્લાના ચિતોરા ગામનો અને હાલ સુરત હાલ સુરત ભટાર વિસ્તારમાં રહેતો આરોપી રોહિત માતાપ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિત અપહરણ કરી ગયો હોવાનું સામે આવતા પોલીસ દ્રારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્રારા રાજેસ્થાન, આગ્રા, જયપુર, સુરત સહિત અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ હતી. 

નર્સરીનો છોકરો બંદૂક લઈને શાળાએ પહોચ્યો, ત્રીજા વર્ગના વિદ્યાર્થીને મારી ગોળી

વલસાડ પોલીસ દ્રારા અલગ અલગ રાજ્યોમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ઓનલાઈન જુગાર રમવાનો શોખીન હતો. જેથી પોલીસ દ્રારા અલગ અલગ બેંકોમાં આરોપીના ખાતાની તપાસ કરતા આરોપીનું બેંકમાં એક્ટિવ ખાતું મળી આવ્યું હતું. જે બાદ એ ખાતા ઉપર નજર રાખતા આરોપી પંજાબના લુઢિયાના ખાતે જી.આઈ. ડી.સીમાં કામ હોવાનું સામે આવતા પોલીસ ની એક ટીમ લુઢિયાના ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

ગુજરાતના આ બે જિલ્લાના પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર, દૂધના ભાવમાં વધારો જાહેર

જ્યાં પોલીસ દ્રારા આઈસ્ક્રીમ ની લારી ભાડે રાખી તથા ફેરિયા અને મજૂરનો વેશ ધારણ કરી જી.આઈ.ડી.સી ની અલગ અલગ કંપનીઓમાં સતત 3 દિવસ તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો અને આરોપી ને ઝડપી પાડી છોડવી સગીરાના ને પરત વલસાડ ખાતે લાવવામાં આવી હતી અને પરિવારને સોંપવામાં આવી હતી.

આ યોજનાથી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપે છે ગુજરાત સરકાર

સગીરા પરિવાર સાથે આગ્રા એક આશ્રમમાં ગયા હતા. ત્યારબાદ આ આરોપીના સંપર્ક માં આવી હતી. જે બાદ આરોપી સોસીયલ મીડિયાના માધ્યમથી સગીરાના સંપર્કમાં રહી લોભણની લાલચ આપી સગીરનું અપહરણ કરી ગયો હતો. વલસાડ પોલીસની ટીમ દ્રારા સફળ ઓપરેશન કરી બાળકીને 6 મહિના બાદ આરોપીના સકંજામાંથી છોડવી પરિવારને સોંપવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More