Home> Gujarat
Advertisement
Prev
Next

પેન્શનર ઘરે બેઠા બેઠા હયાતીની ખરાઇ કરી શકશે, આ વેબસાઇટ પર કરો ક્લિક

કોરોના મહામારીના પગલે નાગરિકોના સરકારી સહિત અનેક કામો અટકી પડેલા છે. જેના કારણે સરકાર દ્વારા આવા અનેક કામોની મુદ્દત વધારી દેવામાં આવી ચે. આજે પણ આવો જ એક નિર્ણય કરવામાં આવ્યો છે. આજે રાજ્ય સરકારે પેન્શનર અને કુટુંબ પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો કુટુમ્બ પેન્શનર્સને વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે. ખરાઇ માટે પેન્શનરે રાષ્ટ્રીય બેંક અથવા ટ્રેઝરરીમાં રૂબરૂ જવાનું હોય છે. 

પેન્શનર ઘરે બેઠા બેઠા હયાતીની ખરાઇ કરી શકશે, આ વેબસાઇટ પર કરો ક્લિક

અમદાવાદ : કોરોના મહામારીના પગલે નાગરિકોના સરકારી સહિત અનેક કામો અટકી પડેલા છે. જેના કારણે સરકાર દ્વારા આવા અનેક કામોની મુદ્દત વધારી દેવામાં આવી ચે. આજે પણ આવો જ એક નિર્ણય કરવામાં આવ્યો છે. આજે રાજ્ય સરકારે પેન્શનર અને કુટુંબ પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો કુટુમ્બ પેન્શનર્સને વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે. ખરાઇ માટે પેન્શનરે રાષ્ટ્રીય બેંક અથવા ટ્રેઝરરીમાં રૂબરૂ જવાનું હોય છે. 

અમદાવાદમાં સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 44 ટકા વાલી આખુ વર્ષ બાળકને શાળા મોકલવા તૈયાર નહી

પેન્શનર તરફથી નાણા વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે, કોરોના મહામારી દરમિયાન વૃદ્ધ ઉંમર લાયક પેન્શનરોને બેંક અથવા ટ્રેઝરરીમાં જાય તે યોગ્ય નથી.જે ધ્યાને રાખીને નાણામંત્રી નીતિન પટેલે તેમાં બે માસની મુદ્દતનો વધારો કરવાની જાહેરાત કરી છે. 

જમીન પચાવી પાડનારાઓની ખેર નથી, સરકાર ટુંક સમયમાં લાવશે કડક કાયદો

આ ઉપરાંત 31 ઓક્ટોબર, 2020 સુધી પેન્શનરો-કુટુંબ પેન્શનરો પોતાના હયાતીની ખરાઇ સંબંધિત બેંક અથવા જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન ચુકવણા કચેરીમાં રૂબરૂ જઇને કરી શકે. આ ઉપરાંત પેન્શનર કુટુમ્બર જીવન પ્રમાણ પોર્ટલ http://www.jeevanpramaan.gov.in/ પર ઓનલાઇન હયાતીની ખરાઇ કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More