Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના સચિનમાં મોટી દુર્ઘટના ટળી! જર્જરિત બિલ્ડિંગનો ભાગ તૂટી પડ્યો, 1 બાળક સહિત 3 ઈજાગ્રસ્ત

સુરત શહેરના સચિન સ્થિત પાલીગામ પાસે ક્રિષ્ના નગરમાં મુમતાઝ નામની ગ્રાઉન્ડ પ્લસ બે માળની જર્જરિત ઈમારત આવેલી છે. બપોરના સમયે ગેલેરીનો ઓટીએસ અને પેરામીટર વોલનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો.

સુરતના સચિનમાં મોટી દુર્ઘટના ટળી! જર્જરિત બિલ્ડિંગનો ભાગ તૂટી પડ્યો, 1 બાળક સહિત 3 ઈજાગ્રસ્ત

પ્રશાંત ઢીવરે/સુરત: સચિન પાલીગમ સ્થિત ક્રિષ્ના નગરમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળની જર્જરિત ઈમારતનો ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. દરમ્યાન ઈમારત નીચે રમતા બે બાળકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં એક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને માથાના ભાગે ઈજા થતા 4 ટાકા આવ્યા છે. 

ગુજરાતનો દરિયો કિનારો ફરી ચર્ચામાં! આ વખતે કંઈક એવું મળ્યું કે એજન્સીઓની ઉંઘ હરામ

સુરત શહેરના સચિન સ્થિત પાલીગામ પાસે ક્રિષ્ના નગરમાં મુમતાઝ નામની ગ્રાઉન્ડ પ્લસ બે માળની જર્જરિત ઈમારત આવેલી છે. બપોરના સમયે ગેલેરીનો ઓટીએસ અને પેરામીટર વોલનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ધડાકાભેર અવાજ આવતા અહી ભાગદોડ મચી જવા પામી હતી. દરમ્યાન અહી રમી રહેલા ત્રણ બાળકોને ઈજાઓ પહોચી હતી. જેમાં બે બાળકને સામાન્ય ઈજાઓ થઇ હતી જયારે 13 વર્ષીય રાજકુમાર ગણેશચંદ્ર પાંડેને માથાના ભાગે ગંભીર ઈજા થતા 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને માથાના ભાગે 4 ટકા આવ્યા છે.

ગાંધીનગર ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટો ખુલાસો, 17 આરોપીઓએ વિદેશમાં લીધી હતી ટ્રેનિંગ

બીજી તરફ આ બનાવની જાણ ફાયર અને પોલિસને થતા ફાયર અને પોલીસ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જયારે મનપાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બપોરના સમયે ઘટના બનતા અહી અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે અહી મોટી દુર્ઘટના ટળી હતી.

ડમી તોડકાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તોડ્યું મૌન, કહ્યું; કોઈને છોડવામાં નહીં આવે

ફાયર ઓફિસર હિતેશ પાટીલએ જણાવ્યું હતું કે, અહી ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન હતું. દાદરનો ઉપરના ભાગની ગેલેરીનો ભાગ ધરાશાહી થયો હતો. બિલ્ડીંગ અંદાજીત 10 થી 12 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બની ત્યારે અહી બેથી ત્રણ છોકરા નીચે રમી રહ્યા હતા. જેમાં એકને સામાન્ય ઈજાઓ થઇ હતી, જયારે એક છોકરાને માથામાં ઈજા થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

વધુ એક પરિવાર પર આભ ફાટ્યું! વેપારીને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા જીવનદીપ બુઝાયો

ઉલ્લેખનીય છે કે મકાનના માલિકો બિલ્ડીંગ જર્જરીત થઈ જાય ત્યાં સુધી કોઈ પણ જાતનું રીપેરીંગ કામ કરાવતા નથી. મકાન માલિકોને માત્ર ભાડુ કમાવવામાં જ રસ હોય તે રીતે બિલ્ડીંગોમાં જીવના જોખમે રાખતા હોય છે. જેથી આ રીતે બિલ્ડીંગોના તૂટી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More