Home> Gujarat
Advertisement
Prev
Next

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક જ સેકંડમાં પકડી લીધો ઝેરી સાપ, જુઓ Video

ગુજરાતના ગ્રીન સિટી ગાણાતા ગાંધીનગરમાં ચોમાસું આવે તે સાથે જ સાપ નીકળવાના ઘણા કિસ્સા બનતા હોય છે

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક જ સેકંડમાં પકડી લીધો ઝેરી સાપ, જુઓ Video

ગાંધીનગર : વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આજે સવારના સમયે ઝેરી સાપ નીકળ્યો હતો. જોકે, ઝેરી એવા રસેલ્સ વાઈપર (ખડચિતરો) સાપને ધાનાણીએ જાતે જ પકડી લીધી હતો. તેમની આ હિંમત જોઈને તેમના સ્ટાફને પણ આંચકો લાગ્યો હતો. પરેશ ધાનાણીના આ પરાક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરવામાં આવ્યો હતો. 

 

ગુજરાતના ગ્રીન સિટી ગાણાતા ગાંધીનગરમાં ચોમાસું આવે તે સાથે જ સાપ નીકળવાના ઘણા કિસ્સા બનતા હોય છે. સાપ નીકળે ત્યારે લોકો તરત જ એનિમલ હેલ્પ લાઈન પર ફોન કરે છે, જોકે પરેશ ધાનાણીએ એનિમલ હેલ્પલાઈનને ફોન કરવાને બદલે પોતાના ગામડાંમાં રહેવાના અનુભવને કામે લગાડીને ખતરનાક ઝેરી સાપને જાતે જ પકડી લીધો હતો.

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More