Home> Gujarat
Advertisement
Prev
Next

CBSEની જેમ હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી

કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી છે. અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ મુદ્દે ઝી 24 કલાક એ શિક્ષક અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ સાથે વાત કરી હતી. CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા ગુજરાત બોર્ડ પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના અનુસાર CBSE બોર્ડ કરતા પણ વધુ કોર્ષ ગુજરાત બોર્ડે ઘટાડવાની ફરજ પડશે. સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે. હાલ જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે. ત્યારે લગભગ 60 દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી. તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ CBSE બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 

CBSEની જેમ હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી

અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી છે. અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ મુદ્દે ઝી 24 કલાક એ શિક્ષક અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ સાથે વાત કરી હતી. CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા ગુજરાત બોર્ડ પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના અનુસાર CBSE બોર્ડ કરતા પણ વધુ કોર્ષ ગુજરાત બોર્ડે ઘટાડવાની ફરજ પડશે. સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે. હાલ જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે. ત્યારે લગભગ 60 દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી. તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ CBSE બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 

કચ્છ : અનેક ગર્ભવતી મહિલાઓને રસી આપનાર નર્સને કોરોના નીકળતા ખળભળાટ

ભાસ્કર પટેલે જણાવ્યું કે, અંદાજીત 225 દિવસના શિક્ષણકાર્યમાંથી 60 દિવસ શિક્ષણ બંધ રહે તો હાલ 165 દિવસ જ અભ્યાસ માટે બાકી રહેવાનો અંદાજ છે. રાજ્ય સરકારે 35% કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય લેવો જોઈએ. જેથી કોર્ષ પૂર્ણ કરી શકાય અને આગામી સત્ર પણ એપ્રિલથી શરૂ થઈ શકે. 

કોરોનાના કારણે સ્કૂલ શરૂ થઈ શકી નથી, ત્યારે હવે સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશક્ય હોવાનો શિક્ષકો અને સંચાલકોનો મત છે. CBSE બોર્ડની જેમ જ ગુજરાત બોર્ડ પણ તાત્કાલિક નિર્ણય લઈ સ્પષ્ટતા કરે તેવી સંચાલકો, શિક્ષકો અને વાલીઓની માંગ છે. અભ્યાસક્રમ અંગે સ્પષ્ટતા થાય તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાના કોર્ષ તેમજ ભવિષ્યમાં લેવાનારી એન્ટ્રન્સ પરીક્ષા અંગે પણ નિર્ણય લેવો જરૂરી છે. CBSE એ 30% કોર્ષ ઘટાડી દેતા હવે એન્ટ્રન્સ ટેસ્ટ માટેના કોર્ષમાં પણ ફેરબદલ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. CBSE બોર્ડે કોર્ષ ઘટાડયો છે ત્યારે JEE, ગુજકેટ અને NEET ની તૈયારી માટે પણ કોર્ષમાં બદલાવ કરવો જરૂરી બનશે. 

હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ

તેઓએ કહ્યું કે, ગુજરાત બોર્ડ નિર્ણય જાહેર કરે તો હાલ ધોરણ 10 અને 12માં આવેલા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરી પરીક્ષાની તૈયારી કરવી સરળ બનશે. આ વખતે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 80-20 ફોર્મેટ મુજબ લેવાની હોઈ, અભ્યાસક્રમ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બની છે. હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ટ્યુશન અને કલાસ ચાલી રહ્યા છે, ત્યારે ક્યાં ચેપ્ટર રાખવા અને ક્યાં સ્કીપ કરવા તે જાહેર કરવું જરૂરી છે. ગુજરાત બોર્ડ જો નિર્ણય મોડો લેશે તો વિદ્યાર્થીઓની મહેનત અને સમય બગડવાની ડર CBSE બોર્ડની સ્પષ્ટતા બાદથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની અસંજસમાં વધારો થયો છે. ચાલુ વર્ષે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે, એ સ્થિતિમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓએ પરીક્ષા ના આપી હોવાથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ સ્પષ્ટતા કરે તે જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More