Home> Gujarat
Advertisement
Prev
Next

આખું ગુજરાત રોગચાળાના ભરડામાં : બાળકોને આ તકલીફ હોય તો દવાખાને પહોંચજો, સ્કૂલે ના મોકલતા

Gujarat Pandemic : ગુજરાતીઓ હાલ વિવિધ બીમારીઓના બાનમાં છે... સ્વાઈન ફ્લૂ, કોરોના, હાર્ટ એટેક, ઝાડા-ઉલટી, સ્વાઈન ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શનના કેસો બિલાડીના ટોપની જેમ દરેક શહેરમાં વધી રહ્યા છે 

આખું ગુજરાત રોગચાળાના ભરડામાં : બાળકોને આ તકલીફ હોય તો દવાખાને પહોંચજો, સ્કૂલે ના મોકલતા
Updated: Apr 01, 2024, 03:57 PM IST

covid cases in gujarat : રાજ્યમાં જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ રોગચાળો પણ માઝા મુકી રહ્યો છે. ડબલ ઋતુમાં ઝાડા-ઉલટીના કેસ નોંધાતા હોય છે, તેવામાં હવે સ્વાઈન ફ્લૂ પણ લોકોને ડરાવી રહ્યો છે. અનેક શહેરોમાં ધીમી પણ મક્કમ ગતિએ સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે. ત્યારે ફ્લાઈન ફ્લૂ સામે લોકોએ કેવી રીતે રહેવું પડશે સતર્ક, જોઈએ આ અહેવાલમાં...

ઉનાળાની શરૂઆતે રોગચાળાનો ભરડો 

સ્વાઈન ફ્લૂની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ
વધતાં કેસની સાથે તંત્રની વધી ચિંતા 

રાજ્યમાં ગરમીની સાથે સાથે રોગચાળાનું પણ ટોર્ચર વધ્યું છે. ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યમાં ઝાડા-ઉલટીનો કેસ તો હતા જ પરંતુ આ રોગચાળા વચ્ચે સ્વાઈન ફ્લૂએ એન્ટ્રી કરતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જીહા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતા હોવાનો સ્વીકાર ખુદ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ડ રાકેશ જોશીએ કર્યો છે.

સુરતમાં મહામારી ફેલાઈ : રોગચાળો વકરતા સિવિલના દરેક વોર્ડ દર્દીઓથી ઉભરાયા

સ્વાઈન ફ્લૂમાં સાવચેતી રાખીએ તો કોઈ ચિંતાની વાત નથી, પરંતુ જો બેદરકારી દાખવી તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સ્વાઈન ફ્લૂને ઓળખવો પણ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ વાયરસના લક્ષણો તાવના લક્ષણોને બિલકુલ મળતાં આવે છે. સ્વાઈન ફ્લૂમાં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો થાય છે. જો સ્વાઈન ફ્લૂમાં સારવાર ન મળે તો લોકોને ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે. સ્વાઈન ફ્લૂનો સૌથી વધુ ખતરો નાના બાળકો અને વૃદ્ધો પર હોય છે. ત્યારે સ્વાઈન ફ્લૂના બાળકોમાં કેવા લક્ષણો હોય છે તેની વાત કરીએ તો 

  • બાળકો ઝડપથી શ્વાસ લેવા લાગે છે 
  • બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે
  • વારંવાર ઉલટી કરવા લાગે છે
  • ચાલી ન શકવું અને ક્રિયા-પ્રતિક્રિયા ન કરવી
  • સતત મૂંઝવણમાં રહે અને સતત રડવા લાગે 
  • બાળક દ્વારા પૂરતું પ્રવાહી ન લેવું

રાજકોટમાં નવી રણનિતી : રૂપાલા સામે 100 ક્ષત્રિયાણીઓ ચૂંટણી લડશે, આજે અહીં થયો વિરોધ

વૃદ્ધોમાં પણ સ્વાઈન ફ્લૂના લક્ષણો થોડા જૂદા હોય છે. વૃદ્ધોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોની વાત કરીએ તો ,,,

  • શ્વાસ લેવામાં પરેશાની થાય છે
  • છાતીમાં દબાણ અને પેટમાં દુખાવો થાય છે
  • વૃદ્ધો સતત ગભરાહટ અનુભવે છે
  • વારંવાર ઉલટી થયા કરે છે
  • અચાનક ચક્કર આવવા લાગે છે

સામાન્ય રીતે સ્વાઈન ફ્લૂના રોગને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે જો કોઈ વ્યક્તિને સતત ઉધરસ અને શરદીની સમસ્યા હોય તો બાળકો અને વૃદ્ધોને તેમનાથી તુરંત દૂર કરી દેવા જોઈએ. 

મોહન કુંડારિયા મામલે રૂપાલાનો જ ખુલાસો, જાણો રાજકોટમાં રૂપાલા બદલાશે કે નહીં?

વૃદ્ધો અને બાળકોની સાથે સાથે સગર્ભા બહેનોએ પણ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે સગર્ભાવસ્થાના સમયમાં સ્ત્રીઓની ઈમ્યુનિટી ખૂબ ઓછી હોય છે. વધતાં સ્વાઈન ફ્લૂના કેસમાં આપણે પોતાની જાતને બચાવવા હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. 
સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચી શકાય તેની વાત કરીએ તો...

જ્યારે પણ ઉધરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢું અને નાક રૂમાલ કે ટિસ્યૂ પેપર વડે ઢાંકી દો.  શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ધોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે. બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શ કરવાનું ટાળો, કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે. બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો. જો તમે બીમાર હોય તો બહાર જવાનું ટાળીને ઘરમાં જ રહો. સ્વાઈન ફ્લૂ પોઝિટિવ રિપોર્ટ આવે તો બાળકોએ સ્કૂલ જવાનું બંધ કરી દેવું જોઈએ, અને વયસ્ક લોકોએ ઓફિસ જવાનું ટાળવું જોઈએ. કારણ કે આ રોગ ચેપી હોવાથી જો તમે બહાર જશો તો અન્ય લોકો પણ આ વાયરસનો શિકાર બનવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. 

રૂપાલાએ ક્ષત્રિયોને યાદ કરાવ્યો ક્ષાત્ર ધર્મ, પ્રેસ કોન્ફરન્સમાં વટથી કહી આ વાત

રાજ્યની હોસ્પિટલો ઝાડા ઉલટી અને તાવના કારણે દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેવામાં સ્વાઈન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાના પણ હજુ ગયો નથી, કેમ કે હજુપણ કોરોનાના 40 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો 3 દર્દીઓ ઓક્સિજન પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હાલ ગરમી વધી રહી છે અને તેની સાથે સ્વાઈન ફ્લૂના પણ કેસ વધી રહ્યા છે. ત્યારે આવા સમયમાં સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાતા તુરંત સાવચેતીના પગલાં લેવા જ હિતાવહ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે