Home> Gujarat
Advertisement
Prev
Next

શર્મસાર કરતો કિસ્સો: 44 વર્ષનો લંપટ શિક્ષક સગીરાને ભગાડી ગયો, મોબાઈલમાં મેસેજો વાંચી માતાનું હૈયું ફાટ્યું!

કહેવાય છે કે કિશોરાવસ્થામાં માતા પિતા પછી ગુરુ તરીકેની ભૂમિકા શિક્ષકને માનવામાં આવે છે. વિદ્યાર્થીકાળ દરમિયાન વિદ્યાર્થીના જીવનમૂલ્યોનું ઘડતર અને જ્ઞાનનો સંચાર શિક્ષક દ્વારા જ થતા હોય છે.

શર્મસાર કરતો કિસ્સો: 44 વર્ષનો લંપટ શિક્ષક સગીરાને ભગાડી ગયો, મોબાઈલમાં મેસેજો વાંચી માતાનું હૈયું ફાટ્યું!

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: ફરી એકવાર શિક્ષણ આલમને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરા પંથકની એક હાઇસ્કૂલમાં ફરજ બજાવતો પરણિત અને અંદાજિત 44 વર્ષની વય ધરાવતો શિક્ષક પોતાની પુત્રી સમાન 16 વર્ષીય સગીરવય વિધાર્થીનીને શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ ખુદ સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અપહરણ,પોકસો અને એક્ટ્રોસિટી એકતની કલમ મુજબ ફરિયાદ નોંધી ટીમની રચના કરી કથિત આરોપી શિક્ષકની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે.

કહેવાય છે કે કિશોરાવસ્થામાં માતા પિતા પછી ગુરુ તરીકેની ભૂમિકા શિક્ષકને માનવામાં આવે છે. વિદ્યાર્થીકાળ દરમિયાન વિદ્યાર્થીના જીવનમૂલ્યોનું ઘડતર અને જ્ઞાનનો સંચાર શિક્ષક દ્વારા જ થતા હોય છે જેને લઈને જ સમાજમાં પણ શિક્ષકની પ્રતિભા એક આદર્શ અને સન્માનીય વ્યક્તિ તરીકે થાય છે .પરંતુ પંચમહાલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંની ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેણીની હાઈસ્કૂલના જ શિક્ષક દ્વારા તેનું શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ તેની માતા એ નોંધાવી છે .

જેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ત્રણ માસ અગાઉ પોતાની સગીરવયની દીકરીના મોબાઈલમાં કેટલાક મેસેજ જોઈ તેની માતા અચરજ પામી ગઈ હતી અને આ મેસેજ હાઈસ્કૂલના શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ મૂળ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મલેકપુર ગામનો વતની અને હાલ ગોધરાના હોવાનું જણાય આવતા જે બાબતે સગીરાની માતાએ પોતાની પુત્રી તેમજ શિક્ષક નિમેશને ટકોર કરી હતી. જેને લઈ થોડા દિવસ બધું સમુ સુતરૂ ચાલવા લાગ્યું હતું .પરંતુ અન્ય વિદ્યાર્થીઓ થકી જાણવા મળ્યું કે શિક્ષક નિમેષ હજી પણ પોતાની સગીરા પુત્રી સાથે સંબંધો ચાલુ જ છે.

બીજી તરફ ગત 11મી સપ્ટેમ્બર ના રોજ સગીરાની માતા તેમજ ઘરના અન્ય સભ્યો રાત્રિનો નિત્યક્રમ પતાવી સુઈ ગયા હતા. ત્યારબાદ મળસ્કે સગીરાની માતાએ પથારીમાં જોતા તેઓની પુત્રી જોવા મળી નહોતી. જેથી પોતાના પતિને જગાડી જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ ગામમાં આજુબાજુ તપાસ કરાવી હતી, પણ તેઓની પુત્રી મળી આવી નહોતી. જેથી સગીરાની માતાને શિક્ષક નિમેષ પર શંકા જતા તેના ગોધરાસ્થિત મકાને તપાસ કરતા નિમેષ ની પત્નીએ તેઓ રાત્રે કોઈ કામ અર્થે બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ હાઈસ્કૂલમાં તપાસ કરતા આજે ફરજ પર ન આવ્યા હોવાનું જાણવા મળતા તેઓની શંકા હકીકત હોવાની શક્યતા પ્રબળ બની હતી. પોતાની દીકરીની અન્ય સગા સબંધીમાં પણ સગીરાની માતાએ તપાસ કરતા તે મળી આવી નોહતી.

બીજી તરફ શિક્ષક નિમેષ નો મોબાઈલ પર સંપર્ક કરવા નો પ્રયત્ન કરતા બંધ આવ્યો હતો જેથી સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે આવી શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ વિરુદ્ધ પોતાની સગીરવયની પુત્રીને પોતાના વાલીપણામાંથી ભગાડી જઈ શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી ની કલમ 363,366 પોકસો 12 તથા એક્ટ્રોસિટી એકટની કલમ 3 (2),(5-અ) મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં શિક્ષકનું ગોધરા ખાતેનું મકાન બંધ જોવા મળ્યું હતું અને તેનો હજી કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે વાસ્તવિકતા શિક્ષક અને વિદ્યાર્થીની ઝડપાયા બાદ જ સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More