Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં વિદ્યાર્થિનીઓને જીવાતવાળું ભોજન પીરસાયું, ગ્લોબલ આયુર્વેદિક કોલેજનો ભાંડો ફૂટ્યો!

આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે આ અંગે વિદ્યાર્થીઓએ કોલેજ મેનેજમેન્ટ હેડ સિદ્ધાર્થ મહેતા અને પ્રિન્સિપાલ સમક્ષ અનેક રજૂઆત પણ કરી હતી. તેમ છતાં છેલ્લા 15 દિવસથી જમવાની ગુણવત્તામાં કાંઈ સુધારો આવ્યો નથી. તેવું હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું.

રાજકોટમાં વિદ્યાર્થિનીઓને જીવાતવાળું ભોજન પીરસાયું, ગ્લોબલ આયુર્વેદિક કોલેજનો ભાંડો ફૂટ્યો!

રાજકોટ: ત્રંબામાં આવેલી ગ્લોબલ આર્યુવેદીક કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલમાં અતિ નબળી ગુણવત્તાવાળું અને જમવામાંથી જીવજંતુ નીકળવાની વિધાર્થિનીઓએ ફરિયાદ કરી હતી. આજે વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત સમક્ષ આવતા જ શિક્ષણજગતમાં ખળભળાટ મચ્યો છે. 

આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે આ અંગે વિદ્યાર્થીઓએ કોલેજ મેનેજમેન્ટ હેડ સિદ્ધાર્થ મહેતા અને પ્રિન્સિપાલ સમક્ષ અનેક રજૂઆત પણ કરી હતી. તેમ છતાં છેલ્લા 15 દિવસથી જમવાની ગુણવત્તામાં કાંઈ સુધારો આવ્યો નથી. તેવું હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું. અમે હોસ્ટેલમાં 96 વિદ્યાર્થીનીઓ રહીયે છે અને ચાથી માંડી બંને ટાઈમ જમવાનું અતિ નબળું આવતા છેલ્લા ત્રણ દિવસથી અમે કોઈઅ અહીંયાનું જમ્યું નથી. તમામ બહારથી મંગાવીએ છીએ.

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે હોસ્ટેલમાં એક વર્ષની 72000 હજાર ફી ભરી છે. જ્યારે અમે અહિયાં એડમિશન લેવા આવ્યા ત્યારે હોસ્ટેલના કાર્યકર્તાઓએ મીઠી મીઠી વાણી બોલીને અમારા માતા-પિતાને ભોળવી લીધા હતા. અહિયાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે, તમારું બાળક અહિયાં સુરક્ષિત છે, અહિયાથી બહાર જવા માટે પણ તમારી મંજૂરી લેવી પડશે આવી વાતોમાં આવીને અમે અહિયાં એડમિશન લીધું અને હવે જ્યારે અમને જમવાનું ખરાબ મળી રહ્યું છે ત્યારે અમે અનેક રજૂઆતો કરી છતાં જમવામાં સુધાર આવતો જ નથી અને સામે એવું વર્તાવ કરે કે જાણે અમે મફતમાં રહેતા હોય! હોસ્ટેલના જમવામાંથી જીવજંતુ નીકળે છે, સામાન્ય રીતે જમવામાં કીડી-માકોડા આવી જાય તો અમે સમજી શકીએ છે પણ આતો જમવામાં અમુક વાર કીડી-મકોડાની સાથે સાથે ઘણી વાર વંદા, માખી, ઈયળ પણ નીકળે છે.

આ અંગે વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અમને વિદ્યાર્થીનીઓની ફોટો, વિડીયોના પુરાવા સાથે ફરિયાદ આવી છે. વિદ્યાર્થીનીઓ ત્રણ ત્રણ દિવસથી બહારથી જમવાનું મંગાવવા મજબુર છે અને કોલેજ મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ રાજકીય તાયફાઓમાં આગેવાનો બની મસ્તમગન બન્યા રહે તે શરમજનક છે. 

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

ટ્રસ્ટીઓએ પોતાના બાળકને જમવાનું ઘરે જેવું પીરસે એ લાગણીથી જ પોતાની હોસ્ટેલની જબાવદારી સંભાળવવી જોઇએ. અમે આવતીકાલે આ અંગે કોલેજ પર વિદ્યાર્થીઓને સાથે રાખી રજુઆત કરવા જવાના છે અને કલેક્ટરને પુરાવા સાથે રજુઆત પણ કરીશું. જો હોસ્ટેલની જમવાની ગુણવતામાં સુધારો નહિ આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More