Home> Gujarat
Advertisement
Prev
Next

વાયુસેનાના પાઇલટને પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે: પરેશ ધાનાણી

ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદન કુમાર સહી સલામત ભારતમાં પરત આવે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાયુસેનાના પાઇલટને પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે: પરેશ ધાનાણી

ઉદય રંજન, અમદાવાદ: ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદન કુમાર સહી સલામત ભારતમાં પરત આવે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે આ સભામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયુસેનાના પાઇલટ અભિનંદન કુમારે પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે.

વધુમાં વાંચો: ATSએ 6 વર્ષથી ભાગતા નકસલીની ઝડપ્યો, સરકારે રાખ્યું હતું 1 લાખનું ઇનાંમ

fallbacks

14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના 12 દિવસ બાદ (26 ફેબ્રુઆરી) શહીદોની શહાદતને લઇને PoKમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ બુધવારે (27 ફેબ્રુઆરી) પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું.

ભારતનું એક મીગ-21 વિમાન પણ આ જવાબી કાર્યવાહીમાં તુટી પડ્યું હતું અને તેનો પાઈલટ પેરાશૂટ દ્વારા પીઓકેમાં ઉતરતાં પાકિસ્તાની સેનાએ તેને અટકમાં લઈ લીધો હતો. જેને લઇ ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદન કુમાર સહી સલામત ભારતમાં પરત આવે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

વધુમાં વાંચો: અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન

fallbacks

આ પ્રાર્થના સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના વરિષ્ટ નેતા અર્જુન મોઢવાડીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયુસેનાના પાઇલટ અભિનંદન કુમારે પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે. કોંગ્રેસ હંમેશા આ મુદ્દે સરકારની સાથે જ છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More