Home> Gujarat
Advertisement
Prev
Next

Opinion Poll: શું ભરૂચમાં મનસુખ વસાવાને હરાવી શકશે ચૈતર વસાવા? જાણો સર્વેમાં શું મળ્યો જવાબ

Loksabha Election 2024: ગુજરાતમાં ધીમે-ધીમે લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપે પોતાના બધા ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે હજુ સાત ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. તો આમ આદમી પાર્ટી પણ બે સીટ પર ચૂંટણી લડી રહી છે. 
 

Opinion Poll: શું ભરૂચમાં મનસુખ વસાવાને હરાવી શકશે ચૈતર વસાવા? જાણો સર્વેમાં શું મળ્યો જવાબ

ભરૂચઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર 7 મેએ મતદાન થવાનું છે. દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપે પોતાના 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી 17 ઉમેદવાર જાહેર કર્યાં છે. આમ આદમી પાર્ટી પણ બે સીટો પર ચૂંટણી લડી રહી છે. 

ભરૂચથી મેદાનમાં છે ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે. જ્યારે આ સીટ પર ભાજપે સાતમી વખત મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લી 10 ચૂંટણીથી આ સીટ જીતી રહી છે. કોંગ્રેસના નેતા અહમદ પટેલ પણ ત્રણ વખત આ સીટથી સાંસદ રહ્યાં છે. હવે ભરૂચ બેઠકનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. 

આ પણ વાંચોઃ રૂપાલામાં હવે કોંગ્રેસ કૂદી! ધાનાણી અને જિજ્ઞેશ મેવાણીએ ઘી હોમ્યું! આ નિવેદનથી વિવાદ

ભરૂચમાં ચૈતર વસાવા vs મનસુખ વસાવા
ભરૂચ લોકસભા સીટ પર વસાવા vs વસાવાનો જંગ છે. ભાજપે પોતાના અનુભવી અને છ વખતથી સાંસદ રહેલા મનસુખ વસાવાને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી ભાજપ માટે પડકાર ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. આ વચ્ચે ઈન્ડિયા ટીવી-CNX નો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલ પ્રમાણે ભરૂચમાં ચૈતર વસાવા આ ચૂંટણી હારી શકે છે. એટલે કે ભાજપના મનસુખ વસાવા ફરી આ સીટથી સાંસદ બની શકે છે. 

ગુજરાતની તમામ 26 સીટનો ઓપિનિયન પોલ
ઈન્ડિયા ટીવી-CNX ના ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર ક્લીન સ્વિપ કરી શકે છે. એટલે કે રાજ્યની તમામ 26 લોકસભા સીટ ભાજપના ખાતામાં આવી શકે છે. ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના તમામ 26 સીટો કબજે કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More