Home> Gujarat
Advertisement
Prev
Next

Operation Pariksha : ઝી 24 કલાકના અહેવાલના ગાંધીનગરમાં પડઘા પડ્યા : ખુલાસો મંગાવાયો

Operation Pariksha : પરીક્ષાની ગેરરીતિને લઈને ZEE 24 કલાકનો સૌથી મોટો ધડાકો.. જામનગરની સ્વામિનારાયણ કોલેજ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવા માટે સત્તાધિશો જ આપે છે ટ્રિટમેન્ટ.. સ્પેશિયલ રૂમમાં પુસ્તકો સાથે વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા પરીક્ષા...

Operation Pariksha : ઝી 24 કલાકના અહેવાલના ગાંધીનગરમાં પડઘા પડ્યા : ખુલાસો મંગાવાયો

Big Scam : ગુજરાતમાં અત્યાર સુધી પેપર ફૂટતા હતા, તેના બાદ ડમી વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા. ત્યારે હવે ગુજરાત શિક્ષણ જગતને કલંકિત લાગે તેવી ઘટના બની છે. ખુદ કોલેજ જ કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા રૂમથી અલગ બેસાડીને પેપર લખાવતી હતી. જામનગરમાં નાઘેડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કોલેજની પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરીની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર 2 ની બીકોમ ની પરીક્ષામાં કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બિન્દાસ ચોરી કરાવવામાં આવતી હતી. રૂપિયા લઈને જામનગરની આ કોલેજ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વીઆઈપી ટ્રીટમેન્ટ આપતી હતી. ત્યારે ઝી 24 કલાકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ ખુલાસાનો પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ખુલાસો માંગ્યો છે. પરીક્ષા નિયામક નિલેશ સોનીએ તપાસ કમિટી નિમવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ કમિટીમાં 2 અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ સામે તપાસ બાદ કાર્યવાહી થશે. 

તો બીજી તરફ એ માહિતી પણ સામે આવી છે કે, આવતીકાલે તલાટીની પરીક્ષા લેવામા આવનાર છે, ત્યારે આ જ સ્વામીનારાયણ ગુરુકુળ કોલેજને તલાટીની પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે આ વિશે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આ ામામલે અમે માહિતી મેળવી રહ્યાં છીએ. બાદમા યોગ્ય નિર્ણય લઈશું. 

ZEE 24 કલાક પર ડમી કાંડ કરતા પણ મોટો ધડાકો : વિદ્યાર્થીઓને અલગ બેસાડીને ચોરી કરાવી

સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સામે કાર્યવાહી કરીશું 
ZEE 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સામે કાર્યવાહી થશે. અમારી કમિટી તપાસ કરી કાર્યવાહી કરશે. પરીક્ષા નિયામક સાથે પણ આ મામલે ચર્ચા કરીશું. 

જોકે, આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે કે, ZEE 24 કલાકના સ્ટિંગ બાદ કોલેજે કેમ કાર્યવાહી કરી? સૌથી મોટો સવાલ સ્ટિંગ બાદ કોલેજે કેમ કાર્યવાહી કરી? વિદ્યાર્થીઓએ સ્ટિંગના એક દિવસ પહેલા પણ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ સતત દરરોજ ચોરી કરી રહ્યા હતા. પહેલાં કોલેજે કાર્યવાહી કેમ ના કરી? ZEE 24 કલાકના સ્ટિંગ બાદ જ કોલેજે કાર્યવાહી કેમ કરી? 

આવતીકાલે તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના અપડેટ : આ વસ્તુઓ ભૂલથી પણ લઈ ન જતા

ZEE 24 કલાકના ઓપરેશન પરીક્ષા કૌભાંડની ધારદાર અસર જોવા મળી. પરીક્ષા કૌભાંડ અંગે વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા. વિપક્ષના પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના શાસનમાં ગુજરાત શિક્ષણને કલંક લાગ્યું છે. પેપર ફોડવાની નીતિથી પણ મોટું કૌભાંડ છે. પેપર ફોડ્યા વગર પરીક્ષામાં 100 ટા પાસ થવાની ગેરેન્ટી આપવામા આવી રહી છે. જામનગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સ્વામિનારાયણ કોલેજમાં પરીક્ષામાં વિધાર્થીઓને સ્પેશિયલ રૂમમાં બેસાડીને ચોરી કરાવવાની સગવડ અપાતી હતી. 

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ઉનાળામાં નદીઓ વહી, આગામી ત્રણ કલાક માટે આવી નવી આગાહી

શુ હતી ઘટના 
જામનગરમાં નાઘેડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કોલેજની પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરીની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર 2 ની બીકોમ ની પરીક્ષામાં કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બિન્દાસ ચોરી કરાવવામાં આવતી હતી. એકાઉન્ટ 2 ના પેપરમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ અપેક્ષિત અને ગ્રામર લઇ હોમિયોપેથીના એક ખાનગી રૂમમાં ચોરી કરી રહ્યા હતા. જ્યારે રેગ્યુલર રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સીસીટીવી કેમેરા હેઠળ આપવામાં આવતી હતી. Zee 24 કલાકની ટીમ દ્વારા ચોરીની સમગ્ર ઘટના અંગેનો સ્ટિંગ ઓપરેશન કરી અને રૂબરૂ કોલેજે પહોંચી પર્દાફાશ કર્યો. ત્યારે સવાલ એ છે કે, શુ આર્થિક લાલચના પગલે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી હતી ચોરી....? આવા શિક્ષણના દલાલો કોલેજ સંચાલકો વિરુદ્ધ શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ...? કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More