Home> Gujarat
Advertisement
Prev
Next

નરેશ પટેલેને કોંગ્રેસમાં જોડાવવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો ખુલ્લો પત્ર

નરેશ પટેલ અવારનવાર એવું નિવેદન આપી ચૂક્યા છે કે, જો સમાજ કહેશે તો તેઓ રાજકારણમાં જોડાશે. ત્યારે પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે ખુલ્લો પત્ર લખીને હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાની અપલી કરી છે

નરેશ પટેલેને કોંગ્રેસમાં જોડાવવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો ખુલ્લો પત્ર

ગૌરવ પટેલ, અમદાવાદ: વિધાનસભા ચૂંટણી વર્ષમાં ફરી એકવાર ગુજરાત સરકાર સામે પાટીદાર નેતાઓ સક્રિય થયા છે. આંદોલન સમયે પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા ફરીથી પાસ નેતાઓની માંગ ઉગ્ર બની રહી છે. જેને લઇને પાસ નેતાઓ દ્વારા આગામી કાર્યક્રમની રણનિતી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આંદોલન સમયના કેસ પાછા ખેંચવા માટે પાટીદાર નેતા અને સરકાર વચ્ચે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ મધ્યસ્થી કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે.

નરેશ પટેલ અવારનવાર એવું નિવેદન આપી ચૂક્યા છે કે, જો સમાજ કહેશે તો તેઓ રાજકારણમાં જોડાશે. ત્યારે પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે ખુલ્લો પત્ર લખીને હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાની અપલી કરી છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષ શાસન કરી રહ્યું છે, જેના કારણે લોકોને વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને પાટીદાર યુવાનો કે જેઓ ખેતી સાથે સંકળાયેલા છે તેમજ પાટીદાર વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જો તેઓ સક્રિય રાજકારણમાં જોડાય તો તેના જેવા અનેક યુવાનો નવી આશા સાથે ઉભા થશે અને તેઓ સત્તા સામે લડી શકે છે. હાર્દિક પટેલે એમ પણ કહ્યું કે, જ્યારે યુવાનો અન્ય સામે લડતા હોય ત્યારે જો એક આર્મી કોઠાસુજ ધરાવતો એક વ્યક્તિ રાજકારણમાં જોડાશે તો તેમને એક નવો ઉમદા જોશ મળશે. આ પ્રકારની લાગણી અને માંગણી સાથે હાર્દિક પટેલે નરેશ પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો નરેશ પટેલને ખુલ્લો પત્ર

સ્નેહી,
શ્રી નરેશભાઈ પટેલ,
પ્રમુખશ્રી
શ્રી ખોડલધામ ટ્રસ્ટ, રાજકોટ.

તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને આ પક્ષની તાનાશાહી પ્રવૃતિથી આપણું ગરવી ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે, કારણ એ પણ છે કે, સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગઈ છે.

સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે, પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે. તમે સારી રીતે જાણો છો કે, કેવી રીતે આપણા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં આવી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.

આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરું છું. 2015 થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજે પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે, પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.

હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઇના શ્રીગણેશ કરો.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના પત્ર પર ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મને હજુ સુધી કોઈ પત્ર મળ્યો નથી. આવું આમંત્રણ મને દરેક પક્ષમાંથી આવે છે. હું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇશ. પાટીદારો પરના કેસ અંગે ચર્ચા ચાલું છે. કેસ અંગે મુખ્યમંત્રી સાથે વાત ચાલું છે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખુલ્લા પત્રને લઇને હાર્દિક પટેલ સાથે ચર્ચા કરીશ. હું કોઈપણ રાજકીય નિર્ણય ખોડલધામના પ્લેટફોર્મ પરથી નહીં લઉ. કોઇપણ રાજકીય નિર્ણય એ મારો પર્સનલ નિર્ણય હશે. સ્વતંત્ર દેશના લોકો જે ઇચ્છે એ બોલી શકે છે. હું બંને પક્ષના લોકોને મળું છું ત્યારે સમાજની ચર્ચાઓ થતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More