Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ સ્થળે છે 1251 કિલો મરક્યુરીમાંથી બનેલુ વિશ્વનું એક માત્ર ‘શિવલિંગ’

મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મેરક્યુરીમાંથી બનેલું છે. આ પારાનું શિવલિંગ કેમ બન્યું ? વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી બન્યું છે. આ પારદ શિવલિંગ. 

ગુજરાતના આ સ્થળે છે 1251 કિલો મરક્યુરીમાંથી બનેલુ વિશ્વનું એક માત્ર ‘શિવલિંગ’

આશ્કા જાની/અમદાવાદ: મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. પણ દહેગામ નજીક આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મેરક્યુરીમાંથી બનેલું છે. આ પારાનું શિવલિંગ કેમ બન્યું ? વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી બન્યું છે. આ પારદ શિવલિંગ. 

26 જાન્યુઆરી 2001માં આ મંદિર સ્થાપવામાં આવ્યું હતું. 1251 કિલો પારામાંથી બનેલું દુર્લભ પારદેશ્વર મહાદેવનું મંદિર દહેગામથી 16 કિલોમીટરના અંતરે આવેલા વહેલાલ ગામના સીમમાં આવેલું આ પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર કદાચ આખા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં એક માત્ર હશે. અદભૂત અને અલૌકિક એવા આ પારદેશ્વર મહાદેવનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. 

અહીંના સંસ્થાપક શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંયા શિવપૂજા સહિત દિવ્ય જયોત આયુર્વેદક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. જ્યાં જીવલેણ રોગ જેવા કે કેન્સરની પણ સફળ સારવાર થાય છે. આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબુટ્ટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું પાણી આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓ ઉગાડવામાં કરાય છે.

રાજાએ કર્યું એવું કે 'જુની કહેવત' પડી ખોટી, વીડિયો જોઇ તમે પણ વિચારતા થઇ જશો...

કહેવાય છે કે પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણે લોકોના શિવલિંગનું પૂજા કર્યાનું ફળ માત્ર આ પારદ શિવલિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. ભારત દેશની આજ તો ખૂબી છે કે જે કાર્ય વિજ્ઞાન ન કરી શકે એ આપણાં સંતો વર્ષો અગાઉ કરી ચૂક્યા છે. હાલ પણ પારો બાંધવાની ક્રિયા વિજ્ઞાન પાસે નથી અને આપણા યોગીઓ પોતાના તપોબળ અને આયુર્વેદિક ઔષધિઓ સાથે અપાર શ્રધ્ધા અને વિશ્વાસના બળે આ કાર્ય સિધ્ધ કરીને બતાવ્યું છે.

ભાવનગર : રિસાઈને પિયરે ગયેલી પત્ની પર પતિએ ધડાધડ ફાયરિંગ કર્યું

શ્રાવણ મહિનામાં જ નહિ પણ આખા વર્ષ દરમિયાન આ શિવલિંગના દર્શન કરવા લોકો વિદેશથી પણ આવે છે. અનંતાનંદ માં ને આ આધ્યાત્મ અને આયુર્વેદનો વારસો ગિરનારી બાબા તરફથી મળ્યો હતો. ગિરનારી બાબા જડીબુટ્ટી વિજ્ઞાનના ખૂબ જ પારંગત હતા અને માત્ર અનંતાનંદ માં ને જ પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવો એક લાહવો છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More