Home> Gujarat
Advertisement
Prev
Next

પેટ્રોલિયમ એજન્સી આપવાના બહાને ઓનલાઇન છેતરપીંડીનો થયો પર્દાફાશ, આરોપીઓનો યુપીથી ધરપકડ

ઓનલાઈન વેબસાઈટના આધારે પાદરાનો એક વેપારી છેતરાયો હતો. જેની બે મહિના પહેલા પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. છેતરાયેલા યુવકના વેબસાઈટ દ્વારા વેપારી પાસેથી આરોપીઓએ 9 લાખ 69 હજાર ઉઠાવી લેવામાં આવ્યા હતા અને વેપારીને પેટ્રોલિયમ એજન્સી આપવાનું બહાનું આપવામાં આવ્યું હતું.

પેટ્રોલિયમ એજન્સી આપવાના બહાને ઓનલાઇન છેતરપીંડીનો થયો પર્દાફાશ, આરોપીઓનો યુપીથી ધરપકડ

મિતેશ માળી, પાદરા: ઓનલાઈન વેબસાઈટના આધારે પાદરાનો એક વેપારી છેતરાયો હતો. જેની બે મહિના પહેલા પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. છેતરાયેલા યુવકના વેબસાઈટ દ્વારા વેપારી પાસેથી આરોપીઓએ 9 લાખ 69 હજાર ઉઠાવી લેવામાં આવ્યા હતા અને વેપારીને પેટ્રોલિયમ એજન્સી આપવાનું બહાનું આપવામાં આવ્યું હતું. પરંતુ વેપારીને છેતરપીંડીની જાણ થતાં વેપારીએ પાદરા પોલીસનો સહારો લીધો હતો. જેને લઇ પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ધીધો હતો. પાદરા પોલીસ ઘટનાને લઇ સક્રિય થતા આખરે સમગ્ર મામલાનો પર્દાફાશ થવા પામ્યો હતો અને પોલીસ આખરે આરોપીના ઠેકાણા સુધી પહોંચી હતી. 

પોલીસને યુપીના મહુધા ગામેથી આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા 37 લાખ ઉપરાતની માતબાર રકમ તેમજ સોના ચાંદીના હાર, બેંકોની પાસબુક, 48 સીમકાર્ડ 11 મોબાઇલ અને 33 જેટલા ચાલુ ડેબિટ કાર્ડ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. કુલ મુદ્દામાલ 40 લાખ 56 હજાર નો પોલીસે કબજે કર્યો હતો. 

પાદરા પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે અને હજુ સુધી ત્રણ આરોપીઓ પોલીસ પકડ થી દુર થઇ જવા પામ્યા છે. જે આરોપી આકાશ સિંઘ. સાગર સિંઘ અને આસીફ ખાન નામના ત્રણે આરોપી ફરાર છે. પાદરા પોલીસે વડોદરા DYSP સાથે યુપી પહોંચી આ સમગ્ર પર્દાફાશ કર્યો હતો. 

પરંતુ આ છેતરપીંડી કરનાર ટોળકીએ હજુ કેટલા લોકોને છેતર્યા છે તે વધુ તપાસ માં પોલીસ પર્દાફાશ કરશે. તેમ લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં રોજબરોજ આવતા ફેક મેસેજથી હવે સામાન્ય જનતાને જાગૃત થવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More