Home> Gujarat
Advertisement
Prev
Next

બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, એક ઘાયલ

બનાસકાંઠા જિલ્લાના કાકારેજમાં બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, એક ઘાયલ

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કાકારેજમાં બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના કાકારેજના ખીમાંણા પુલ પર બાઈક અકસ્માત સર્જાયો હતો. બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા 108 સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. 

આ પણ વાંચો:- પરિણીતાએ 2 સંતાનો સાથે કુવામાં કુદી મોતને વ્હાલું કર્યું, સાસરીયા વિરૂદ્ધ ગુનો દાખલ

પોલીસે અકસ્માતની ઘટના બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થ શિહોરી રેફરલ હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં મૃતક બાઈક સવાર કાંકરેજના માનપુર ગામનો હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More