Home> Gujarat
Advertisement
Prev
Next

બે લાખ વોટની લાઉડ સ્પીકર સિસ્ટમ : પૂનમની રાત્રે એક લાખ લોકો કરશે ગરબા, ગુજરાતમાં બનશે ‘વર્લ્ડ રેકોર્ડ’

PM Modi Maadi Garba: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા ગરબા ગીત પર ગુજરાતમાં શરદ પૂર્ણિમાની રાત્રે 1 લાખ લોકો નવો રેકોર્ડ બનાવશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આટલી મોટી સંખ્યામાં ગરબા રમાશે તો આ સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાશે
 

બે લાખ વોટની લાઉડ સ્પીકર સિસ્ટમ : પૂનમની રાત્રે એક લાખ લોકો કરશે ગરબા, ગુજરાતમાં બનશે ‘વર્લ્ડ રેકોર્ડ’

Maadi garbo record In Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ગરબા ગીત અને બે લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ વચ્ચે આજે ગુજરાતમાં એક લાખ લોકો એકસાથે ગરબા કરશે. આ કાર્યક્રમ ગુજરાતના રાજકોટ શહેરમાં ચંદ્રગ્રહણ પહેલા પૂનમની રાત્રે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ગરબા ગીત વગાડવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આ કાર્યક્રમ માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રિ પર્વ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ગરબા ગીત 'ગરબો' રિલીઝ કરવામાં આવ્યું હતું. પીએમ દ્વારા થોડા દિવસો પહેલા લખાયેલું આ ગીત 190 સેકન્ડનું છે. પીએમે તેને માડી ગરબા કહ્યા હતા.

ધ્વની ભાનુશાળીએ આપ્યો છે સ્વર
ગરબો નામનું આ ગીત ધ્વની ભાનુશાળીએ ગાયું છે. તેને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગીતના રિલીઝ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ગીત ઘણી યાદો તાજી કરાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં હું એક નવો ગરબા લખવામાં સફળ થયો, જે હું શેર કરી રહ્યો છું. ગુજરાતના રાજકોટમાં એક સાથે એક લાખ લોકો ગરબા રમે છે ત્યારે વડોદરાનો અગાઉનો રેકોર્ડ તૂટી જશે. વડોદરામાં એકસાથે 60 હજાર લોકોએ નશાની લત સામે ગરબા રમ્યા હતા.

વિકાસશીલ ગુજરાતમાં ઝેર પીવુ પડે છે : એક લાચાર પિતાએ ઘરના 6 સભ્યોને દવા પીવડાવી ગળાફાંસો ખાધો

આ કાર્યક્રમ 11 વાગ્યા સુધી ચાલુ રહેશે
પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોગરાએ જણાવ્યું હતું કે 28મીએ શરદ પૂર્ણિમાની રાત્રે રાજકોટ રેસકોર્સ ખાતે સાંજે 7 થી 11 દરમિયાન બે ગરબા થશે. કલાકાર પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ લોકોનું મનોરંજન કરશે. વડાપ્રધાને લખેલા ગરબા પર એક લાખ લોકો એકસાથે ગરબા રમે છે તેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે અને આ માટે ત્રણ ટીમો રજીસ્ટ્રેશન કરાવવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ ભાગ લેશે. આ ઘટના ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાય તેવી શક્યતા છે. કાર્યક્રમ માટે પાર્કિંગ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મફત એન્ટ્રી કરાવાશે 
ગરબાના આયોજક ઈન્ક્રેડિબલ ગ્રૂપના યોગેશ સોલંકીએ જણાવ્યું કે, સાંજે 7 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ગરબા રમાડવામાં આવશે. ગરબા આયોજન માટે 500 તબીબો ખડે પગે રાખવામાં આવશે. તો આ માટે 75 હજાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ગરબામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 500 કરતા વધુ સ્વયંસેવકો, પોલીસ સહિતનો બંદોબસ્ત તૈનાત રહેશે. આ મહારાસમાં ભાગ લેવા માટે કોઈ પણ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. તમામ ખેલૈયાઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. જોકે, અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલકો પાસેથી તેમજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી એન્ટ્રી પાસ આપવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમના સમયે કોઈને એન્ટ્રી કરાવવી હોય તો તે પાસ વગર પણ થઈ શકશે. તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. 

સાંસદ નારણ કાછડિયા આવ્યા વિવાદમાં, જમાઈની કંપની માટે પાલિકાના ઉપપ્રમુખને ધમકાવ્યા

પાર્કિંગની વ્યવસ્થા
આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉમટી પડવાના હોય તે માટે તંત્ર દ્વારા તેમજ રાજકોટ શહેર ભાજપ સહિત તમામ સંગઠનો દ્વારા પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત એરપોર્ટ રોડ પર, રેસકોર્સ રીંગ રોડ, બાલભવન પાસે, પોલીસ હેડ ક્વાર્ટર પાસે, બહુમાળી ભવન પાસે તેમજ ચૌધરી ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.

પીએમ નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના મોટા ઉપાસક છે. તેઓ નવરાત્રિ દરમિયાન દાયકાઓ સુધી ઉપવાસ રાખે છે. કદાચ આ જ કારણ છે કે તેણે વર્ષો પછી ફરીથી ગરબા લખ્યા છે. પીએમ મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીથી કરશે. પીએમ મોદી મા અંબેના આશીર્વાદ સાથે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.

નકલી નકલી... હવે તો ગુજરાતમા આખી સરકારી ઓફિસ નકલી, 4.15 કરોડની સરકારે ફાળવી ગ્રાન્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More