Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટઃ કારખાનામાં લાગેલી આગમાં દાઝી ગયેલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત


દાઝી ગયેલા અશ્વિનભાઇને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જવાનોએ આગની લપેટમાં આવી ગયેલા ટેબલ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

રાજકોટઃ કારખાનામાં લાગેલી આગમાં દાઝી ગયેલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

રક્ષિત પંડ્યા/રાજકોટઃ શહેરના કોઠારિયા રોડ પર આવેલા કારખાનામાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવાને ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. કોઠારિયા રોડ પર આવેલા વિવેકાનંદનગર-14માં રહેતા અશ્વિનભાઇ મગનભાઇ પાનસુરિયા નામના યુવાન મંગળવારે તેના કોઠારિયા રોડ પર આવેલા શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનાની ઓફિસમાં હતા. ત્યારે ચારેક વાગ્યાના અરસામાં ઓફિસમાં રહેલા ડીવીઆરમાં કોઇ પ્રોબ્લેમ થયો હોય તે ચેક કરી રહ્યા હતા તેવા સમયે અચાનક ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થતા તેમાંથી નીકળેલા તણખા નીચે પડેલા સેનિટાઇઝરની બોટલ અને કેરોસીનના ડબલા પર પડ્યા હતા. ટેબલ પાસે સેનિટાઇઝરની બોટલ અને કેરોસીનનું ડબલું પડ્યું હોય જોત જોતામાં ટેબલ આગની લપેટમાં આવી ગયું હતું અને અશ્વિનભાઇ ટેબલ પર હોય તે પણ આગની લપેટમાં આવી ગયા હતા. 

રાજકોટ ગ્રામ્યમાં વધુ બે કેસ નોંધાયા, પડધરી તાલુકામાં કોરોનાની એન્ટ્રી

જેમાં તે ગંભીર રીતે દાઝી જતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી અશ્વિનભાઇની બૂમ સાંભળી અન્ય લોકો દોડી આવ્યા હતા. અને દાઝી ગયેલા અશ્વિનભાઇને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જવાનોએ આગની લપેટમાં આવી ગયેલા ટેબલ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા અશ્વિનભાઇએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More