Home> Gujarat
Advertisement
Prev
Next

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહી દીધું

Mansukh Vasava On Chaitar Vasava : ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવાને આડે હાથ લીધા, તેઓએ જાહેરસભામાં ચૈતર વસાવાને ગદ્દાર કહ્યા હતા 

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહી દીધું

Bharuch Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયુ બાકી છે. આજથી પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવાના છે. ત્યારે ગુજરાતની સૌથી હોટ કહેવાતી ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં કૂતરા અને બિલાડી શબ્દની એન્ટ્રી છઈ છે. ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવાએ AAPના ઉમેદવાર પર પ્રહાર કર્યા છે. ભર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી. આ સાથે જ તેમણે ચૈતર વસાવાને વોટ ન આપવા અપીલ કરી હતી.

ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા
ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મેદાનમાં છે, તો તેમની સામે ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવા મેદાનમાં છે. મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલવાનો કોઈ મોકો છોડતા નથી. અગાઉ પણ તેઓ ચૈતર વસાવા પર શાબ્દિક બાણ વરસાવી ચૂક્યા છે. ત્યાર હવે ફરીથી મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા.

દુનિયાભરમાં આ વસ્તુઓ માટે ફેમસ છે આપણું ગુજરાત, લોકો કરે છે આપણી નકલ

અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા
ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ વસાએ કહ્યું હતું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી. કોંગ્રેસને શિખામણ આપી કે, અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા. કોંગ્રેસને ચેતવણી આપી કે ચૈતર વસાવાને તમારા બુથમાં વોટ ના નીકળે તેવું કરજો, બાકી તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે. જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે. 

64 વર્ષમાં એવા પરચમ લહેરાવ્યા કે ગુજરાત બન્યું Model, દેશનું સુકાન ગુજરાતીઓના હાથમાં

ચૈતર વસાવાને ગદ્દાર કહ્યાં 
તેમણે આગળ કહ્યું કે, કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે. આદિવાસીઓના હક લડાઈ માટે લડતા ભારતીય ટ્રાયબલ પાર્ટીને ચૈતર વસાવાએ તોડી પાડી છે. ચૈતર વસાવા ગદ્દાર છે, ધારાસભ્ય બનવા માટે બીટીપી છોડી દીધી. આમ આદમી પાર્ટીએ પતાવી દીધી. ચૈતર વસાવા તો મોહરું છે. મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે. 

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More