Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો : મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ

Treasure Found In Kutch : ભુજની હોમગાર્ડ ઓફિસમાં વર્ષોથી પડેલા પિટારાને ખોલવામાં આવતા તેમાંથી ચાંદની કિંમતી વસ્તુઓ, તથા હથિયારો મળી આવ્યા

કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો : મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ
Updated: Jun 28, 2024, 10:37 AM IST

Kutch News : કચ્છના ભુજ હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો કિંમતી ખજાનો મળી આવ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જુનો પટારો નીકળ્યો હતો. પટારાની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણિક ચાંદીની વસ્તુઓ મળી આવી છે. રાજશાહી સમયના ચાંદીના આભુષણો તથા અન્ય એન્ટીક વસ્તુઓ મળી આવી છે. જેમાં હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મૂકાયેલી હતી. હોમગાર્ડના અધિકારીની સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી છે.

વાત એમ હતી કે, ભુજ (Bhuj) શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી છે. જે-તે સમયે આ જિલ્લાની ટંકશાળ તરીકે ઓળખાતી હતી. આજે અહીં જિલ્લાની હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે. અહીં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફઇસમાં એક જૂનો પટારો રાખેલો હતો, જેનો ટેબલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતું આ પટારામાં શુ છે તે કોઈ ખબર ન હતી. પરંતું જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા તાળા પર ધ્યાન ગયું હતુ. જેથી તેમને કંઈક અંદર હોવાનુ જણાયું હતું.

દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયા

આ વાતની જાણ તેઓએ પ્રાંત અધિકારીને કરી હતી. જેથી મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયાન સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. ભારે સતર્કતાથી પિટારો ખોલવામાં આવ્યો હતો. જેમાં અંદરથી જે નીકળ્યું, તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. 

fallbacks

પિટારામાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો હતો. તેમાં રાજાશાહી સમયની ચાંદીની ચીજવસ્તુઓ હતી. હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મૂકાયેલી હતી. આમ, ભુજ હોમગાર્ડની કચેરીમાંથી પુરાતન ખજાનો મળતા અચરજ ફેલાયું હતું. આ ખજાનો સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યો છે. 

આ પિટારા અંગે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. એવી ચર્ચા છે કે, પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ હતું. જે તે વખતે ભૂકંપ (Earthquake) સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી, ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ-વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 

ગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે