Home> Gujarat
Advertisement
Prev
Next

લાકડીને ટેકે મતદાન કરવા પહોંચ્યા જસદણના શતાયુ મતદારો

 પહેલા મતદાન, પછી જલપાન... ગુજરાતમાં હાલ સૌથી મતદાનનો સૌથી વધુ ઉત્સાહ જસદણની ગલીઓમાં જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો વહેલી સવારથી જ વોટ આપવા નીકળી પડ્યા છે. જસદણવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ-કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા નિહાળી રહ્યા છે. પોતાને રીઝવવા પ્રયાસો કરતા ઉમેદવારોનો મિજાજ પણ તેઓ પારખી ગયા છે. ત્યારે હવે કોને વોટ આપવો તે ચર્ચાનો આખરે આજે અંત આવ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો મતદાન બૂથ પર પહોંચ્યા હતા. જસદણની આ પેટાચૂંટણીમાં શયાતુ મતદારોના આગવો મિજાજ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. 

લાકડીને ટેકે મતદાન કરવા પહોંચ્યા જસદણના શતાયુ મતદારો

જસદણ : પહેલા મતદાન, પછી જલપાન... ગુજરાતમાં હાલ સૌથી મતદાનનો સૌથી વધુ ઉત્સાહ જસદણની ગલીઓમાં જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો વહેલી સવારથી જ વોટ આપવા નીકળી પડ્યા છે. જસદણવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ-કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા નિહાળી રહ્યા છે. પોતાને રીઝવવા પ્રયાસો કરતા ઉમેદવારોનો મિજાજ પણ તેઓ પારખી ગયા છે. ત્યારે હવે કોને વોટ આપવો તે ચર્ચાનો આખરે આજે અંત આવ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો મતદાન બૂથ પર પહોંચ્યા હતા. જસદણની આ પેટાચૂંટણીમાં શયાતુ મતદારોના આગવો મિજાજ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. 

પેરાલિસીસથી પીડિત યુવાન રોહિત રાજપરા નામના યુવાને પણ મતદાન કર્યું હતું. તેમજ જસદણના 105 વર્ષના માજી કેસરબેન છગનભાઇ વાઘેલાએ મતદાન કર્યું હતું. વિકલાંગો માટે અલગ જ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઇ ઘોડીના સહારે તો લાકડીના ટેકે મતદાન કરવા આવી રહ્યા છે. વિકલાંગોને લેવા-મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

તો બીજી તરફ, 105 વર્ષના કડવી બા ગોહિલે પણ લાકડીના ટેકે મતદાન કર્યું હતું. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, કોઈપણ ચૂંટણી હોય આ બા દર ચૂંટણીમાં મતદાન કરે છે. તેમને જોઈને યુવાનોનો ઉત્સાહ પણ વધી જાય છે.  

ઉલ્લેખનીય છે કે, જસદણમાં શતાયુ મતદારોની સંખ્યા વધુ છે. જસદણમાં સાણથલી ગામે રહેતા 116 વર્ષા દૂધીબેન રુપારેલીયા, જંગવડના 112 વર્ષના રાણીબેન હરજીભાઈ દૂધાત, 110 વર્ષના શહેરમાં રહેતા જીવુબેન બધાભાઈ પરમાર, વિરનગરમાં રહેતા 110 વર્ષના રૂપાબેન નથુભાઈ જગોવડા, વડોદરા ગામે રહેતા 111 વર્ષના મીઠીબેન વશરામ સદાડિયા જેવા મતદારોએ 100 વર્ષની ઉંમર વટાવી છે. જેઓને મતદાન કરવાનો બહોળો અનુભવ છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભા મત વિસ્તારમાં કુલ 14 પુરુષ અને 51 સ્ત્રીઓ એવી છે, જે 100 વર્ષથી વધુ વયના છે. ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 56નો હતો. જસદણ પેટા ચૂંટણીમાં મોટી ઉંમરના આ તમામ મતદારાઓ માટે મતદાનના દિવસે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શતાયુ મતદાતાઓને લાઈનમાં ઉભુ રહેવું ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More