Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ : કરોડોનું દેવુ સહન ન કરી શકનારા વૃદ્ધ દંપતીએ બગીચામાં બેસીને મોત વ્હાલુ કર્યું

રાજકોટમાં એક પ્રૌઢ દંપતીએ સજોડે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બેંકમાંથી લોન લઈને પરત ન કરી શકનારા વૃદ્ઘ દંપતીએ આખરે આ પગલુ લીધું હતું, જેમાં પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

રાજકોટ : કરોડોનું દેવુ સહન ન કરી શકનારા વૃદ્ધ દંપતીએ બગીચામાં બેસીને મોત વ્હાલુ કર્યું

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં એક પ્રૌઢ દંપતીએ સજોડે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બેંકમાંથી લોન લઈને પરત ન કરી શકનારા વૃદ્ઘ દંપતીએ આખરે આ પગલુ લીધું હતું, જેમાં પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અમદાવાદનો જબરો કિસ્સો : સુહાગરાત પર પત્નીની ‘ના’ થી પતિનો ગયો પિત્તો, પછી પતિએ કર્યું એવું કે...

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગાયત્રીનગરમાં વૃદ્ધ દંપતી કમલેશ સાગલાણી (ઉંમર 59 વર્ષ) અને તેમના પત્ની કિર્તીનબેન સાગલાણી (ઉંમર 52 વર્ષ) રહે છે. ઈમિટેશનના બિઝનેસમાં તેઓએ બેંકમાંથી લોન લીધી હતી, જેના હપ્તા માથે ચઢ્યા હતા. ચારેતરફથી આર્થિક ભીંસમાં આવી જતા દંપતીએ ગઈકાલે સાંજે રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં આવેલ બગીચામાં જઈને કપાસ છાંટવાની દવા પી લીધી હતી. જેના બાદ કીર્તિબેને તેમના દીકરા મયુર સાગલાણીને ફોન કરીને ઝેર પીધાની જાણ કરી હતી. મયુર તાત્કાલિક મદદ માટે બગીચામાં પહોંચ્યો હતો અને માતાપિતાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, સારવાર બાદ કીર્તિબેનનું મોત નિપજ્યું હતું. જોકે, કમલેશભાઈની હાલત ગંભીર છે.  

કેરીના ચાહકો માટે ‘કહી ખુશી કહી ગમ’ જેવા સમાચાર, કેવી આવી તો ગઈ, પણ...

આ ઘટના બાદ સમગ્ર સાગલાણી પરિવારમા માતમ છવાઈ ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કમલેશ સાગલાણી ઈમિટેશ જ્વેલરીની દુકાન ધરેવા છે. તેમની પત્ની પણ આ તેમની સાથે આ બિઝનેસમાં સંકળાયેલા હતા. જ્યારે કે, પુત્ર મયુર કોર્પોરેશનમાં નોકરી કરે છે. ત્રણ જણનો પરિવાર રોજ સવારે ટિફીન લઈને પોતપોતાના કામે નીકળી જતા હતા. પણ, ઈમિટેશનના બિઝનેસમાં કમલેશબાઈને અંદાજે 1.25 કરોડ જેવી માતબર રકમનુ દેવુ થઈ ગયું હતુ. બેંક લોન લીધા બાદ તેઓ પરત કરવામા અસક્ષમ બન્યા હતા. તેથી આખરે કંટાળીને દંપતીએ મોતને વ્હાલુ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More