Home> Gujarat
Advertisement
Prev
Next

હવે તલાટીમંત્રીઓની લાલીયાવાડી નહી ચાલે, ધાંધીયા કરે તો આ નંબર પર વ્હોટ્સએપ કરો થઇ જશે દોડતા

શહેરના ડીડીઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તલાટી મંત્રી કયા દિવસે કયા ગામમાં હાજર રહેશે તેની જાણકારી માટે જિલ્લા પંચાયતની વેબસાઈટ ઉપર તમામ માહિતીઓ જોવા મળે તેવી વ્યવસ્થા કરી હતી. હવે તલાટી મંત્રીઓ જે ગામમાં હાજર રહેશે તેમજ જો તલાટીમંત્રી હવે ગેરહાજર રહેશે તો તેમની ખેર નથી. અમરેલી જિલ્લાના ડી.ડી.ઓ દિનેશ ગુરુવેએ જિલ્લા પંચાયતની વેબસાઈટ ઉપર અમરેલી જિલ્લાના તલાટી મંત્રીઓની કયા ગામમાં હાજરી છે તેની તમામ જાણકારી જિલ્લા પંચાયતની વેબસાઇટ ઉપરથી હવે જાણી શકાશે. 

હવે તલાટીમંત્રીઓની લાલીયાવાડી નહી ચાલે, ધાંધીયા કરે તો આ નંબર પર વ્હોટ્સએપ કરો થઇ જશે દોડતા

અમરેલી : શહેરના ડીડીઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તલાટી મંત્રી કયા દિવસે કયા ગામમાં હાજર રહેશે તેની જાણકારી માટે જિલ્લા પંચાયતની વેબસાઈટ ઉપર તમામ માહિતીઓ જોવા મળે તેવી વ્યવસ્થા કરી હતી. હવે તલાટી મંત્રીઓ જે ગામમાં હાજર રહેશે તેમજ જો તલાટીમંત્રી હવે ગેરહાજર રહેશે તો તેમની ખેર નથી. અમરેલી જિલ્લાના ડી.ડી.ઓ દિનેશ ગુરુવેએ જિલ્લા પંચાયતની વેબસાઈટ ઉપર અમરેલી જિલ્લાના તલાટી મંત્રીઓની કયા ગામમાં હાજરી છે તેની તમામ જાણકારી જિલ્લા પંચાયતની વેબસાઇટ ઉપરથી હવે જાણી શકાશે. 

ઘોર કળીયુગ કે બીજુ કઇ? માતાએ શારીરિક શિક્ષણના નામે 18 પુરૂષોને દિકરી ધરી દીધી

જો તલાટી મંત્રી નિયત થયેલ ગામમાં ગેરહાજર હોય તો તાલુકાના whatsapp નંબર ઉપર તેની રજૂઆત કરી શકાશે. આવનારા દિવસોમાં અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલીઓ અને દરેક પ્રશ્નોનું નિવારણ તલાટી મંત્રી દ્વારા અધિકારી સુધી ખૂબ જ ઝડપથી પહોંચી જશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમરેલી જિલ્લાના ડી.ડી.ઓ દિનેશ ગુરુવેએ એક અનોખી પહેલ અને આધુનિક ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખૂબ જ ફાયદો થશે અને લોકોના પ્રશ્નોનું નિવારણ પણ ખૂબ જ ઝડપથી થશે.

નૂપુર શર્માના વિવાદિત નિવેદનનો રેલો ગુજરાત પહોંચ્યો, મહાનગરોમાં વિરોધ પ્રદર્શન શરૂ

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અમરેલી જિલ્લાના ડીડીઓએ ખુબ જ સરસ રીતે કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી મંત્રીઓની તમામ કામગીરી ઉપર હવે ચાપતી નજર રહેશે. લોકોના પ્રશ્નોનું ખૂબ જ ઝડપથી ઉકેલ આવશે તેવું પણ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ,તલાટી મંત્રીઓના ધાંધીયાની ફરિયાદ ગ્રામ્ય સ્તરે વારંવાર ઉઠતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More