Home> Gujarat
Advertisement
Prev
Next

આજથી અમદાવાદમાં દોડશે ડબલ ડેકર AC બસ, સવારી કરવી હોય તો આ રુટ પર પહોંચો

double decker AC e-buses : લંડનની હાઈફાઈ બસ હવે અમદાવાદના રસ્તાઓ પર દોડશે, અંદર હોટલના રૂમ જેવો છે નજારો... હાલ ખાસ રુટ પર જ આ બસ દોડાવવામાં આવશે 

આજથી અમદાવાદમાં દોડશે ડબલ ડેકર AC બસ, સવારી કરવી હોય તો આ રુટ પર પહોંચો

Ahmedabad New અમદાવાદ : અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી 5 AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેના બાદ હવે આ બસને અમદાવાદમાં દોડાવાશે. 

amts દ્વારા શહેરમાં આજથી એસી ડબલડેકર ઈલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. અમદાવદના મેયરના હસ્તે બસનું ફ્લેગઑફ કરાયું છે. આ પ્રસંગે amc ના પદાધિકરીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમય બાદ પ્રથમ ડબલડેકર બસની અમદાવાદમાં શરૂઆત થઈ છે. ગિફ્ટ સિટીમાં gsrtc દ્વારા શરૂ કરાયેલી બસ જેવી જ amts માટેની બસ છે. આરટીઓ રજિસ્ટ્રેશન સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા શહેરના માર્ગ પર બસ દોડતી કરાઈ છે. 

બગોદરા હાઈવે ફરી રક્તરંજિત થયો : ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 25 ઘાયલ, 4 ના મોત

પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઇ rto સુધી બસ દોડાવાશે. ખાસ વાત તો એ છે કે, આ ડબલ ડેકર બસમાં અમદાવાદ મ્યુનિસિપિલ ટ્રાન્સપોર્ટની તમામ પ્રકારની ટીકીટો તથા પાસ માન્ય રહેશે.  

ડબલ ડેકર એસી બસની વિશેષતા 

  • યુએસબી ચાર્જ, વાઈફાઈ
  • રિડીંગ લાઇટ અને કમ્ફર્ટ સીટ 
  • ૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી 
  • ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે 
  • દરરોજનું સંચાલન 200 કિમી કરાશે 
  • ચાર્જ સમય દોઢ કલાક થી ૩ કલાક લાગશે 
  • 900 એમ એમ ફલોર હાઇટ 
  • 4750 એમએમ હાઇટ 
  • 9800 એમએમ લંબાઇ 
  • 2600એમએમ પહોળાઇ

બસનો રુટ : 
ફતેહનગર, પાલડી, વા.સા.હોસ્પિટલ, સન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્ષ ઓફિસ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ), પાવરહાઉસ, ચિંતામણી સોસાયટી, ઓ.એન.જી.સી.ઓફિસ, પાર્શ્વનાથનગર, (વાડજ થી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી હાલ પુરતું વાસણા થી વાડજ - કુલ 7.16 કિલોમીટરનો રુટ 

મોતનો દરવાજો ખખડાવી રહ્યો છે હાર્ટ એટેક : વલસાડમાં કલાકના ગાળામાં બે યુવક ઢળી પડ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More