Home> Gujarat
Advertisement
Prev
Next

આજે અમદાવાદમાં છે આટલું પ્રદૂષણ, ગઇકાલે આટલો હતો AQI

અમદાવાદ શહેરમાં પ્રદુષણનું પ્રમાણ માપવા માટે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ગઇકાલે અમદાવાદનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 239 પર પહોંચી ગયો હતો. 

આજે અમદાવાદમાં છે આટલું પ્રદૂષણ, ગઇકાલે આટલો હતો  AQI

અતુલ તિવારી: માર્ચથી દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો. લોકડાઉનમાં મોટી મોટી મીલો, ફેક્ટરીઓ અને વાહનોની અવર જવર બંધ હોવાથી પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણ શુદ્ધ થયું હતું. પરંતુ અનલોક બાદ જનજીવન સામાન્ય થતાં ફરીથી ધીમે ધીમે પ્રદૂષણમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ ધીમે ધીમે પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં ગઇકાલે એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 હતું જ્યારે આજે 114 નોંધાયું છે.

અમદાવાદ શહેરમાં પ્રદુષણનું પ્રમાણ માપવા માટે એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ગઇકાલે અમદાવાદનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 239 પર પહોંચી ગયો હતો તેની તુલના આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે  અમદાવાદનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 114 નોંધાયું છે. એર ક્વોલિટી 0થી 100 હોય તો સારુ કહેવાય છે જ્યારે 100થી 200 હોય તો મોડરેટ અને 200થી 300 હોય તો પરિસ્થિતિ ખરાબ કહેવાય છે.

ગઇકાલે અમદાવાદના મહત્તમ વિસ્તારોમાં AQI 300 ને પાર એટલે કે 'વેરી પુઅર' કેટેગરીમાં હતું, જે આજે મોડરેટ કેટેગરીમાં પહોંચ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ રખિયાલમાં 155 અને રાયખડમાં 145 AQI નોંધાયું છે.  જ્યારે અમદાવાદમાં અન્ય તમામ વિસ્તારોમાં AQI 125ની આસપાસ છે. જોકે અમદાવાદના એકપણ વિસ્તારમાં 200 ની ઉપર નથી, 200ની ઉપર AQI બિન આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More