Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ ગામમાં એક ટીપું ય પાણી નથી, દફનવિધિ માટે પણ ફાયર બ્રિગેડે પહોંચાડ્યુ પાણી

Water Crises In Gujarat : દર વર્ષે ઉનાળામાં ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં હંમેશા પાણીની તંગી સર્જાતી હોય છે, આ વખતે લખવતના ભેખડા ગામમાં સ્થિતિ વિકટ બની છે 

ગુજરાતના આ ગામમાં એક ટીપું ય પાણી નથી, દફનવિધિ માટે પણ ફાયર બ્રિગેડે પહોંચાડ્યુ પાણી
Updated: May 28, 2024, 04:40 PM IST

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતના અનેક ગામડાઓ પાણી માટે વલખા મારી રહ્યાં છે. અહી ઉનાળાનાં હાલત ખરાબ થઈ જાય છે. ત્યારે કચ્છના લખપત તાલુકામાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. લખવતાના ભેખડા ગામમાં ગામલોકો પાસે પીવા માટે એક ટીપું પણ પાણી નથી બચ્યું. ગામના એક વ્યક્તિની દફનિવિધિ માટે પણ ફાયર બ્રિગેડે પાણી પહોંચ્યું હતું. ટેન્કરના બદલે ફાયર બ્રિગેડ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું હતું. 

ભેખડા ગામમાં એક નાગરીકનું અવસાન થતાં તેના દફનવિધિ માટે પાણીની જરૂર પડી હતી. પાણી પુરવઠા તંત્ર તેમજ જીએમડીસીને જાણ કરી પણ તેમની પાસે ટેન્કર ન હતાં, જેથી પાન્ધ્રો વીજ મથકના અધિકારીને જાણ કરતાં ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલાવ્યું હતું, ને ગામના લોકોએ ફાયરબ્રિગેડના આ વાહનમાંથી પાણી ભર્યું હતું. 

લાડકવાયા પોટલામાં પાછા આવ્યા : 20 મૃતદેહની ઓળખ થઈ, જાણો કોણ થયા હતા જીવતા ભડથું

તાલુકામાં ઉનાળાની ગરમી તેમજ પશુધનની મોટી સંખ્યા હોવાના કારણે પાણીની જરૂરીયાત વધી છે. પરંતુ અનિયમિત અને ઓછું પાણી મળતાં ગામડાઓ લોકોને રોજ હાલાકી પડે છે. 

ગુજરાતના છેવાડાના લખપત તાલુકામાં પાણીની પરિસ્થિતિ વિકટ બની રહી છે. ગામડાઓમાં બબ્બે અઠવાડીયાથી પાણી ન મળતાં લોકો રોષે ભરાયાં છે તો ટેન્કર દ્વારા પાણી ન પહોંચતા ભેખડા ગામે અગ્નિશમન વાહનથી પાણી પહોંચાડાતાં આશ્ચર્ય સર્જાયું છે. ભેખડા ગામમાં એક નાગરીકનું અવસાન થતાં તેના દફનવિધિ માટે પાણીની જરૂર પડી હતી. ગામના અગ્રણી આરબ જતએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠા તંત્ર તેમજ જીએમડીસીને જાણ કરી પણ તેમની પાસે ટેન્કર ન હતાં છેલ્લે પાન્ધ્રો વીજ મથકના અધિકારીને જાણ કરતાં ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલાવ્યું હતું, ને ગામના લોકોએ ફાયરબ્રિગેડના આ વાહનમાંથી પાણી ભર્યું હતું.

મારી નાંખ્યા! મે કરતા તો જુનની આગાહી ખતરનાક છે, હીટવેવનો બીજો રાઉન્ડ આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે